Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અયોધ્યા વિવાદ પર ફેંસલામાં વિલંબથી હિન્દુઓનું અપમાન જરૂર પડયે ૧૯૯૨ જેવું આંદોલનઃ સંઘનું સનસનીખેજ નિવેદન

નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદની સુનાવણી આવતા વર્ષ સુધી ટાળવાના નિર્ણય અંગે સંઘે કહયું છે કે આ મામલે અમને ત્વરીત નિર્ણયની આશા હતી પણ સુપ્રિમ કોર્ટે તે ટાળીને અમારી ઉત્કંઠાને વધુ લંબાવી છેઃ સંઘે રામ મંદિર માટે વટહુકમની માંગ ફરી દોહરાવી છેઃ સંઘે કહયુ છે કે જરૂર પડયે અમે ૧૯૯૨ જેવું આંદોલન પણ કરશું: સંઘે વધુમાં કહયું છે કે સુનાવણી દરમ્યાન ટોચની અદાલત દ્વારા એવું કહેવું છે કે અમારી પ્રાથમિકતા અલગ છે તો આનાથી હિન્દુ સમાજ પોતાને અપમાનિત અનુભવી રહયો છેઃ સંઘના  ચીફ કાર્યવાહક ભૈયાજી જોષીએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતીઃ રામ મંદિરની પ્રતિક્ષા લંબાઇ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું: તેમણે કહયું છે કે સર્વોચ્ચ કોર્ટને સુનાવણી ટાળવાનો હકક છે પણ સુપ્રિમ કોર્ટે હિન્દુઓની ભાવનાને પણ ધ્યાને રાખવી જોઇએ.(૧.૩૨૨)

(3:27 pm IST)