Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

એશીયામાં ૪૮ કરોડ લોકો ભૂખમરા સામે ઝઝૂમી રહ્યા છેઃ યુનો પાકિસ્તાનમાં ૯૬ ટકા બાળકોને પુરતા ભોજનના સાંસા

ઝડપથી થઈ રહેલા આર્થિક વિકાસ છતા એશિયા-પ્રશાંત વિસ્તારના ૫૦ કરોડ લોકો ભૂખમરા સામે લડી રહ્યા છેઃ યુનો તરફથી ૩ એજન્સીઓએ જાહેર કરેલ હેવાલમાં કહ્યું છે કે, પ્રમાણમાં સુખી મનાતા બેન્કોક અને મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં પણ ગરીબ પરિવારો પોતાના બાળકોને પુરતુ અને સારૂ ભોજન આપી શકતા નથી. બેન્કોકમાં ૨૦૧૭માં ૩૩ ટકા બાળકોને પુરતા પ્રમાણમાં ભોજન મળતુ ન હોવાનું પણ આ હેવાલ જણાવે છે. પાકિસ્તાનમાં તો માત્ર ૪ ટકા બાળકોને લઘુત્તમ નક્કી થયેલ ભોજન માંડ માંડ મળે છે

(3:22 pm IST)