Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જો રાફેલ કૌભાંડની તપાસ થાય તો મોદી બચી નહિ શકે

ચોકીદાર છે તો પછી તપાસ કેમ નથી કરાવતા : દસોલ્ટના પૈસાથી અનિલ અંબાણીએ ખરીદી જમીન : રાફેલ ડીલને લઇને રાહુલ ગાંધીના પીએમ ઉપર તીવ્ર પ્રહારો : મોદીને પકડાઇ જવાનો ડર એટલે ઉંઘ નથી આવતી : ડીલમાં ભ્રષ્ટાચાર પ્રથમ હપ્તો અનિલ અંબાણીના ખાતામાં ગયો

નવી દિલ્હી તા. ૨ : રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, રાફેલ બનાવનાર કંપની દસોલ્ટ એવિએશનના સીઇઓએ કહ્યું હતું કે, અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનેર એટલે બનાવ્યા કે તેની પાસે જમીન હતી. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ મુકયો કે દસોલ્ટએ ૨૮૪ કરોડ રૂપિયા આપ્યા અને અંબાણીએ તે જ પૈસાની જમીન ખરીદી. રાહુલે કટાક્ષ કરતા કહ્યું કે, દસોલ્ટ ફકત મોદીને બચાવી રહી છે અને તપાસ થશે તો પીએમ ટકી શકશે નહીં. રાહુલે વધુમાં ઉમેર્યું કે, તેમને રાતે નીંદર આવી રહી નથી. તેઓ ટેન્શનમાં જ પકડાય જશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી . રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અંતે અનિલ અંબાણીની કંપનીને જ તેનો ઠેકો કેમ આપવામાં આવ્યો. જયારે અનિલ અંબાણીની કંપની નુકસાનમાં ચાલી રહી હતી ત્યે તેને દસોલ્ટએ ૨૮૪ કરોડ રૂપિયા કેમ આપ્યાં. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અનિલ અંબાણીની કંપનીની પાસે તો જમીન પણ ન હ તી , જે પૈસા દસોલ્ટએ આપ્યાં તે જ પૈસાથી તેઓએ જમીન ખરીદી. અંબાણીની કંપનીને જાણી જોઈને ફાયદો આપવામાં આવ્યો

રાહુલ ગાંધીએ કહ્યું કે રાફલ ડીલના કારણે CBIના ચીફને હટાવવામાં આવ્યાં. કેમકે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણીની વચ્ચે પાર્ટનરશીપ હતી, અમારું કામ પૂરાં દેશને સત્ય બતાવવાનું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ પૂરી ડીલમાં માત્ર બે જ વ્યકિતઓને ફાયદો થયો છે, તે બે વ્યકિત છે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી .

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે નુકસાનમાં ચાલી રહેલી ૮ લાખ રૂપિયાની કંપનીમાં ૨૮૪ કરોડ રૂપિયા દસૌએ કેમ નાંખ્યા ? રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ પર જે નિર્ણય થયો છે તે માત્ર બોસ દ્વારા જ લેવાયો છે. ભ્રષ્ટાચારની પૂરેપૂરી રકમ અનિલ અંબાણીના ખાતામાં ગઈ છે , જે રાફેલમાં થયું છે તે પૂર્ણ રીતે ખોટું છે. તેઓએ કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ રાફેલ ડીલના ભાવની જાણકારી માગી છે, પરંતુ સરકારે કહ્યું કે તેઓ આ જાણકારી ન આપી શકે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ મને જણાવ્યું કે સીક્રેટ પ્રેકટમાં ભાવ છુપાવવાની વાત જ નથી અને તે થઈ જ ન શકે. તેઓએ કહ્યું કે ફ્રાંસને પણ ખ્યાલ છે કે આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે .

રાહુલે કહ્યુ, મોદી સરકારે રાફેલ સોદામાં વિમાનોની સંખ્યા ઘટાડીને વાયુસેનાની તાકાત ઘટાડી, ભ્રષ્ટાચાર કરીને દેશના ખજાનાને નુકસાન પહોંચાડ્યુ અને દેશના યુવાનોનું રોજગાર છીનવી લીધો. આ ડીલનો ફાયદો માત્ર તેમના અને તેમના નજીકના મૂડીવાદીઓને થયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલના કારણે જ સીબીઆઈની ચીફને હટાવવામા આવ્યા છે. કેમ કે, કેન્દ્ર સરકાર અને અનિલ અંબાણી વચ્ચે પાર્ટનરશીપ હતી, અમારૂ કામ આખા દેશને સત્ય જણાવવાનું છે. દસોલ્ટએ કહ્યું હતુ કે, અનિલ અંબાણીની કંપની પાસે જમીન હતી તેથી તેના સાથે સોદો કર્યો હતો.

તેમને કહ્યું કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ રાફેલ ડીલના કિંમતની જાણકારી માંગી છે, પરંતુ સરકારે કહ્યું છે કે, તેઓ તે જાણકારી આપી શકતા નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મન જણાવ્યું કે, સીક્રેટ પ્રેકટમાં કિંમતને છૂપાવવાની કોઈ વાત છે જ નહી અને આવું થઈ જ ના શકે. તેમને કહ્યું કે, ફ્રાન્સને પણ ખબર છે કે, આ ડીલમાં ભષ્ટ્રાચાર થયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ડીલમાં મનોહર પર્રિકરની કોઈ જ ભૂલ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, પર્રિકરે પણ દેશને જણાવ્યું કે, નિર્ણય મારો નહી બોસનો છે. કોઈપણ ડિફેન્સ ડીલ કરવાથી પહેલા કેબિનેટ ડીલની જરૂરત હોય છે, પરંતુ આ બેઠક ડીલ થયા બાદ થઈ છે.

રાહુલ બોલ્યા કે, અમે ઈચ્છીએ છીએ કે, આ મામલે જેપીસીનું ગઠન કરવામા આવે. તેમને સીબીઆઈ ચીફને પણ હટાવી દીધા.

(3:21 pm IST)