Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

નક્સલીઓની સફાઈ, ભૂલથી દૂરદર્શન કેમેરામેન મર્યો: મીડિયા અમારા મિત્ર

છત્તીસગઢમાં દંતેવાડામાં નક્સલીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો અને દૂરદર્શન કેમેરામેન સહીત ત્રણ લોકોને મારી નાખ્યા હતા. હવે નક્સલીઓ ઘ્વારા આ મામલે નિવેદન  આપ્યું છે  નક્સલીઓ ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તેમની આ વાતની જાણકારી ના હતી કે એમ્બુશ દરમિયાન દૂરદર્શનની ટીમ પણ હાજર હતી. ફાયરિંગ દરમિયાન તેમની મૌત થઇ તેમનો અમને અફસોસ છે.

   નકસલીઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સેના ગામના લોકોને પરેશાન કરે છે, તેમની સાથે મારપીટ કરે છે. અમે તેમનો વિરોધ કરીયે છે. તેમને કહ્યું કે સેના લોકો સાથે જબરજસ્તી મારપીટ કરીને તેમને રસ્તાના નિર્માણ કાર્યમાં જોડી રહી છે. તેના જ વિરોધમાં અમે સેના પર હુમલો કર્યો હતો પરંતુ અમને ખબર ના હતી કે એમ્બુશ દરમિયાન દૂરદર્શન કેમેરામેન પણ શામિલ છે. અમે જાણીજોઈને પત્રકારને નહીં મારીએ.

   માઓવાદી સાંઈનાથ ઘ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે અમે અપીલ કરીયે છે કે સંઘર્ષ વાળા વિસ્તારમાં પત્રકાર પોલીસ સાથે ના આવે. ખાસ કરીને ચૂંટણી ડ્યુટી પર આવનાર કર્મચારી કોઈ પણ સ્થિતિમાં પોલીસ સાથે નહીં આવે. પત્રકાર લોકો અમારા દુશ્મન નહીં પરંતુ મિત્ર છે. 31 ઓક્ટોબરે લખવામાં આવેલા પત્રમાં સાંઈનાથ ઘ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરે અને અહીંથી સંઘ અને ભાજપને મારીને ભગાવે.

(3:22 pm IST)