Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 4.67 રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટયા

વૈશ્વિક બજારમાં ભાવ ઘટતા હજુ 14 દિવસમાં પેટ્રોલ પાંચ રૂપિયા થશે સસ્તું

નવી દિલ્હી :આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો થયો છે દિલ્હીમાં પેટ્રોલ 79.18 રૂપિયા અને ડીઝલ 73.64 રૂપિયા પ્રતિ લિટર થયું છે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 84.68 રૂપિયા અને ડીઝલ 77.18 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે.

 

   છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 4.67 રૂપિયા પ્રતિ લિટરથી સુધીનો ઘટાડો થઈ ચુક્યો છે. આગામી પંદર દિવસમાં પેટ્રોલ ચારથી પાંચ રૂપિયા સસ્તુ થવાની પણ સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલ સસ્તુ થયું છે. બીજીતરફ અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયો પણ મજબૂતાઈ પ્રાપ્ત કરી રહ્યો  છે.જેને કારણે એક્સપર્ટ્સનું માનવું છે કે દેશમાં પેટ્રોલની કિંમતમાં ચારથી પાંચ રૂપિયા સુધીના ઘટાડાની શક્યતા છે.

(1:55 pm IST)