Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈની અરજી પર બોફોર્સ કટકીકાંડની સુનાવણી : 13 વર્ષ બાદ કરાઈ છે અપીલ

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટમાં 64 કરોડ રૂપિયાના બોફોર્સ તોપના સોદા સંદર્ભેના કટકીકાંડની સુનાવણી થવાની છે. આ સંવેદનશીલ મામલામાં સીબીઆઈએ 2018ના વર્ષની શરૂઆતમાં એક અપીલ દાખલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપોને રદ્દ કરવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ 13 વર્ષના વિલંબ બાદ અપીલ દાખલ કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ કે. એમ. જોસેફની ખંડપીઠ સામે થઈ રહી છે.

   સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટના 31 મે-2005ના ચુકાદા વિરુદ્ધ આ વર્ષે બીજી ફેબ્રુઆરીએ એક અપીલ દાખલ કરી હતી. ભાજપના નેતા અને વકીલ અજય અગ્રવાલે 2005માં સુપ્રીમ કોર્ટમાં એક અપીલ દાખલ કરી હતી. આ પહેલા સીબીઆઈ હાઈકોર્ટના આદેશને 90 દિવસના સમયગાળામાં પડકારવામાં નિષ્ફળ રહી હતી.

 રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ 2014ની લોકસભા ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર અજય અગ્રવાલે પોતાની અરજીમાં સીબીઆઈને પણ પ્રતિવાદી બનાવી છે. તેમની અપીલ સ્વીકાર કરી લેવામાં આવી છે અને તે પેન્ડિંગ છે

(1:56 pm IST)