Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સરદાર હવે કરન્સી પર

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા પછી વલ્લભભાઇ પટેલને ચલણી નોટ પર લાવીને મહાત્મા ગાંધી જેટલો જ આદર અપાવવાનું કામ કરશે મોદી

નવી દિલ્હી તા.૨: સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના દિવસે જ વિશ્વનાં સૌથી ઊંચા સ્ટેચ્યુનું લોકાર્પણ કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઇ પટેલને ઇન્ડિયન કરન્સી પર સ્થાન અપાવવાનું કામ કરશે એવું પ્રાઇમ મિનિસ્ટરના નજીકના વર્તુળમાંથી જાણવા મળ્યું છે. આવું કરવા પાછળનો હેતુ એ જ છે કે દુનિયાને દેખાડવું કે સરદાર કયાંય ગાંધીજીથી ઓછા ઊતરતા નહોતા. નરેન્દ્ર મોદી સાથે રહેતી અને સ્ટ્રેટેજી પ્લાન કરતી બીજેપીની સિનિયર વ્યકિતએ કહ્યું હતું કે 'અંગ્રેજોથી આઝાદ કરાવવાનું કામ બાપુએ કર્યું હતું તો રાજા-રજવાડાંઓથી આઝાદી આપવાનું કામ કરીને એક રાષ્ટ્રના નિર્માણનું કામ સરદારે કર્યું છે. સરદારને એ માટે પુરતો જશ મળવો જોઇએ અને સરદારે કરેલા કામ માટે તેમને દુનિયા આખીએ ઓળખવી પણ જોઇએ.'

ઇન્ડિયન કરન્સી પર સરદારના રેખાચિત્રને લેવાનું કામ ઓલરેડી શરૂ કરીને એના પર ડિઝાઇન તેૈયાર કરવાનું કામ પણ શરૂ કરાવવામાં આવવાનું છે. સરદાર ઉપરાંત નરેન્દ્ર મોદી એવું પણ ઇચ્છે છે કે દેશની આઝાદી માટે ભોગ આપનારા અન્ય શહિદોને પણ કરન્સી પર સ્થાન મળે. જો એવું બનશે તો આવતા સમયમાં ગાંધીજી ઉપરાંત કરન્સી પર તમને સરદાર પણ જોવા મળશે અને ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા શહિદો પણ જોવા મળી શકે છે.(૧.૨)

મહત્વના પર્વ - તહેવારો આનંદ - ઉલ્લાસ સાથે ઉજવાશે

રવિવારથી જ દિવાળીનાં પર્વોનો પ્રારંભ થઈ જાય છે ત્યારે તા.૧૨મી નવેમ્બર, લાભ પાંચમ સુધીનાં દિવસો આનંદ-ઉલ્લાસ સાથે લોકો ઉજવશે. જે અંતર્ગત મહત્ત્વનાં દિવસો આ મુજબ છે.

૫ નવેમ્બર, સોમવારે ધનતેરશ

૭ નવેમ્બર, બુધવારે દિવાળી

૮ નવેમ્બર, ગુરુવારે નૂતન વર્ષ પ્રારંભ

૮ નવેમ્બર, શુક્રવારે ભાઈ-બીજ

૧૨ નવેમ્બર, સોમવારે લાભ-પાંચમ-જ્ઞાનપંચમી

 

(12:20 pm IST)