Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

શિવાજી મહારાજની પ્રતિમાની ઉંચાઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા વધુ હશે

સ્મારક પર પહોંચવા દરિયાકિનારેથી ૩ કિલોમીટરનો પ્રવાસ કરવાનો રહેશે

મુંબઇ, તા. ર : મુંબઇના કિનારા પાસે દરિયામાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું કામ પૂર્ણ કરવાની તૈયારી જોરશોથી ચાલી રહી છે. શિવાજી સ્મારક સુધી અવરજવર માટે બોટની જોગવાઇ રહેશે અને એ બોટની અવરજવર માટે જેટ્ટી બાંધવામાં આવશે. શિવાજી મહારાજની મૂર્તિની ઉંચાઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઇ (૧૮ર મીટર)થી ર૮ મીટર વધારે એટલે કે ર૧૦ મીટર રહેશે. શિવાજી મહારાાજની અ વિરાટ પ્રતિમા બંધવાનો ખર્ચ ૩૮૦૦ કરોડ રૂપિયા થવાનો અંદાજ રાખવામાં આવે છે. મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી)ના તંત્રે જેટ્ટી માટે નરીમાન પોઇન્ટ પર એનસીપીએ પાસે ૪ એકર જમીન નક્કી કરી છે. જેટ્ટીના બાંધકામમાં રપ૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેટ્ટીથી પ્રતિમા સુધી પહોંચતા ૧૦ મિનિટ લાગશે. (૮.૪)

(12:19 pm IST)