Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સ્વચ્છતા, આરોગ્ય અને પોષણના કારણે ગરીબી અર્ધી થઇ

ગરીબોની સંખ્યા ૬૩ કરોડથી ઘટીને ૩૬ કરોડ ઓકસફર્ડ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં થયો ખુલાસો

નવી દિલ્હી તા. ર :.. રાજકીય રીતે સંવેદનશીલ હોવાના કારણે ર૦૧૧-૧ર પછીથી સરકાર દ્વારા ગરીબોની સંખ્યા અંગેના આંકડા બહાર નથી પડાયા. પણ ઓકસફર્ડ યુનિવર્સિટીના સ્ટડીનું માનીએ તો ર૦૦પ-૦૬ થી ર૦૧પ-૧૬ દરમ્યાનમાં ગરીબોની સંખ્યામાં પપ ટકાનો ઘટાડો થયો છે. અને તેનું કારણ સારી સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને પોષણ છે.

ઓકસફર્ડ યુનિવર્સિટીએ ગરીબીને માપવા માટે બહુ સ્તરીય માપદંડો તૈયાર કર્યા છે. જેના આધારે તે ૧૦પ દેશોનાં બહુસ્તરીય ગરીબી સૂચકઆંક બહાર પાડે છે. આ અંક વધારે વૈજ્ઞાનિક છે કેમ કે તેમાં ગરીબી માપવા માટે ફકત આવકને ધ્યાનમાં નથી લેવાતી પણ શિક્ષણ, આરોગ્ય અને જીવનસ્તરને પણ આધાર બનાવાયું છે. ભારત માટે તે યુનિવર્સિટી રાષ્ટ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેમાંથી મળેલા આ આંકડાઓનો ઉપયોગ કરે છે.

દસ વર્ષમાં ફેરફાર

એમપીઆઇ પધ્ધતીથી કરાયેલ સર્વે અનુસાર ર૦૦પ-૦૬ માં દેશની પપ ટકા પ્રજા ગરીબ હતી. જે દસ વર્ષમાં ઘટીને ર૭.પ ટકા રહી ગઇ છે. મતલબ કે દસ વર્ષમાં ગરીબોની સંખ્યા ૬૩ કરોડથી ઘટીને ૩૬ કરોડ થઇ છે.

આ છે કારણો

રિપોર્ટ અનુસાર, મોટાભાગના લોકોનું ગરીબી રેખાથી ઉપર આવવાનું કારણ જીવન ધોરણમાં સુધારો, ખાસ કરીને રસોઇ માટે એલપીજી ગેસ વાપરવો, સ્વચ્છતા અને જીવન જરૂરીયાતની વસ્તુની ઉપલબ્ધતા છે.

પોષક આહારથી ફાયદો

રિપોર્ટ અનુસાર દેશના લગભગ ર૭ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં પોષક આહારની

અર્ધાથી વધારે ગરીબો ચાર રાજયોમાં

ભારતમાં ગરીબીનું વિતરણ અસમાન છે. રિપોર્ટ અનુસાર અર્ધાથી વધારે ગરીબો ફકત ચાર રાજયોમાં રહે છે. આ રાજયો છે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, અને મધ્ય પ્રદેશ, આખા દેશના ગરીબોમાંથી પ૪ ટકા ગરીબો આ ચાર રાજયોમાં રહે છે. એમાં પણ બિહારની સ્થિતી સૌથી ખરાબ છે. અહીંની અર્ધાથી વધારે વસ્તી ગરીબોના વર્ગમાં આવે છે.

(11:52 am IST)