Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જો આજે ચૂંટણી થાય તો ફરી દેશમાં 'મોદીરાજ'

પ૬% લોકો ઇચ્છે છેકે મોદી ફરી પીએમ બનેઃ યુપીમાં મહાગઠબંધન થાય તો ભાજપને નુકસાન : ABP ન્યુઝ-સી-વોટરનો સર્વેઃ એનડીએને ૩૦૦, યુપીએને ૧૧૬, અન્યોને ૧ર૭ બેઠકો મળે

નવી દિલ્હી તા. ર :.. ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે, તેમ તેમ સમીકરણો બદલાઇ રહ્યા છે. એબીપી ન્યુઝ - સી વોટર સર્વે અનુસાર જો આજે ચૂંટણી થાય તો ફરીથી મોદી રાજ આવશે. જે પ્રમાણે એનડીએ ને ૩૦૦, યુપીએને ૧૧૬ અને અન્યને ૧ર૭ બેઠકો મળી શકે છે. જો વડાપ્રધાન માટેની પસંદગીની વાત કરીએ તો પ૬ ટકા લોકો ઇચ્છે છેકે મોદીને ફરીથી વડાપ્રધાન બનાવાય. જયારે ૩૬ લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા ઇચ્છે છે. જો આખા દેશના વોટીંગ પર્સન્ટેજની વાત કરીએ તો ભાજપાના ૩૮, યુપીએ ને ર૬ અને અન્યને ૩૬ ટકા મત મળવાના છે.

દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં યુપીએને પ બેઠકો મળશે. જયારે એનડીએને ૩૧ બેઠકો મળશે. જો ત્યાં મહાગઠબંધન બનશે તો તેના ખાતે ૪૪ બેઠકો દેખાય છે. બીજા કોઇને એક પણ બેઠક ન મળે. જો ગઠબંધન નહીં થાય તો બીએસપી અને એસપીને ૪-૪ બેઠકો મળશે. અને એનડીએને ૭૦ બેઠકો મળશે. વોટીંગ પર્સન્ટેજની વાત કરીએ તો યુપીમાં યુપીએને ૭.૯ ટકા એનડીએને ૪૩.૯ ટકા અને જો મહાગઠબંધન બને તો તેને ૪૪.૭ ટકા વોટ મળશે. મધ્ય પ્રદેશમાં યુપીએને ૭ અને એનડીએને રર બેઠકો મળશે. અન્યને અહીં કોઇ બેઠક નહીં મળે. મધ્ય પ્રદેશમાં વોટીંગ શેરની વાત કરીએ તો અહીં યુપીએને ૩૮.પ ટકા એનડીએને ૪૭.ર ટકા અને અન્યને ૧૪.૩ ટકા મત મળશે.એબીપી-સી વોટર સર્વે અનુસાર બિહારમાં નિતીશકુમારના સાથે આવવાથી એનડીએને બમ્પર ફાયદો થશે. જો અત્યારે ચૂંટણી થાય તો લાલુની પાર્ટી સાથે થયેલા ગઠબંધનને ૬ બેઠકો અને એનડીએને ૩૪ બેઠકો મળી શકે છે. બિહારમાં લોકસભાની કુલ ૪૦ બેઠકો છે. વોટીંગ પર્સન્ટેજની વાત કરીએ તો અહીંયા યુપીએને ૩પ.૩ ટકા, એનડીએને ૪૭.૭ ટકા અને અન્યને ૧૭ ટકા મત મળે તેવું દેખાય છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં યુપીએને ૧, એનડીએને ૯ અને ટીએમસીને ૩ર બેઠકો મળી શકે છે. અહીં ૪ર બેઠકો છે. વોટીંગ પર્સન્ટેજ પ્રમાણે યુપીએને ૭.૮ ટકા, એનડીએને ૩૧. ટકા, સીપીએમને ૧૪.પ ટકા ટીએમસીને ૪૧.ર ટકા અને અન્યના ખાતે પ.૧ ટકા વોટ જાય એવું લાગે છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં યુપીએને ૧૪, એનડીએને ર૩, એનસીપીને ૬ અને શિવસેનાનો પ બેઠકો મળે તેવું લાગે છે. અહીં લોકસભાની ૪૮ બેઠકો છે. વોટીંગ પર્સન્ટેજની વાત કરીએ તો યુપીએને ર૮.પ ટકા, એનડીએને ૩૭.૮ ટકા એનસીપીને ૧૩.પ ટકા, શિવસેનાને ૮.પ ટકા અને અન્યને ૧૧.૭ ટકા મત મળી રહ્યા છે.તામીલનાડુમાં કુલ ૩૯ બેઠકો છે. અહીં યુપીએના ખાતે એક પણ સીટ નથી દેખાતી, જયારે એનડીએ ૧ બેઠક સાથે ખાતું ખોલી શકશે. ડીએમકેને ર૯ અને એઆઇએ ડીએમકે ને ૯ બેઠકો મળી શકે. છે. વોટીંગ પર્સન્ટેજની વાત કરીએ તો યુપીએને ર.૩ ટકા, એનડીએને ૯.પ ટકા, ડીએમકેને ૪૩.૬ ટકા એઆઇએ ડીએમકેને ૩૩ ટકા અને અન્યને ૧૧.પ ટકા મત મળે એવું દેખાય છે.

(11:49 am IST)