Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

છત્તીસગઢમાં મહાભારત : કોંગ્રેસ પાર્ટી ઓફિસમાં કાર્યકર્તાઓએ કરી તોડફોડ

ટિકિટ વહેંચણીને લઇને કોંગ્રેસ ઓફિસમાં બબાલ

નવી દિલ્હી તા. ૨ : ૫ રાજયોમાં થનાર વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજનૈતિક પક્ષોની ટિકીટોને લઇને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છત્તીસગઠમાં પણ કંઇક આવું જ જોવા મળ્યું હતું. અહીં ટિકીટ વહેંચણીને લઇને કોંગ્રેસ ઓફિસમાં બબાલના ધર જોવા મળ્યા હતા.

રાયપુર દક્ષિણ સીટ માટે ઉમેદવારોના નામ માટે કોંગ્રેસ સમર્થકોએ ઓફિસમાં તોડફોડ કરી હતી. નારાજ કાર્યકર્તાઓએ ખુરશીઓ સુધી તોડી નાખી હતી. કાર્યકર્તા રાયયુર દક્ષિણથી કન્હૈયા અગ્રવાલને ટિકીટ આપવાથી નારાજ હતા, માત્ર રાયપુર જ નહીં, પરંતુ બિલાસપુરમાં પણ ટિકીટ વહેંચણીને લઇને કોંગ્રેસ કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો. તમને જણાવી દઇએ કે, આ સીટથી રાજય સરકારમાં મંત્રી બુજમોહન અગ્રવાલ સતત જીતતા આવ્યા છે, આ કારણથી કોંગ્રેસે જાતિગત તોડમોડના હિસાબથી કન્હૈયા અગ્રવાલને ટિકીટ આપી છે.કાર્યકર્તાઓએ આ હંગામા પર પાર્ટી નેતા આર.તિવારીનું કહેવું છે કે, આ કોંગ્રેસના કાર્યકર્તાઓની ભાવનાઓ છે, તેમને બોલવાનો હક્ક છે. જે લોકો હંગામો કરી રહ્યા હતા, તેમને પીએલ પુનિયા સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ નારાજ કાર્યકર્તા ચાલ્યા ગયા હતા.

અગાઉ દિલ્હીમાં મધ્યપ્રદેશ માટે ટિકીટ વહેંચણીને લઈને બોલાવેલી બેઠકમાં પણ કોગ્રેસ નેતાઓ ભડકયા હતા. સૂત્રોના હવાલેથી જે માહિતી સામે આવી હતી, તે પ્રમાણે દિગ્વિજય સિંહ અને જયોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે જ ઝઘડો કર્યો હતો.

છત્તીસગઢમાં કુલ ૯૦ વિધાનસભો સીટો છે. રાજયમાં અત્યારે કુલ ૧૧ લોકસભા અને ૫ રાજયસભાની સીટો છે. છત્ત્।ીસગઢમાં કુલ ૨૭ જિલ્લા છે. રાજયમાં કુલ ૫૧ સીટો સામાન્ય, ૧૦ સીટો એસસી અને ૨૯ સીટો એસટી માટે આરક્ષિત છે.

(11:48 am IST)