Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ભારતીય મોબાઇલ યુઝર્સ ન્યૂઝ, ગેમ્સ અને સોશ્યલ મીડિયા એપ્સને સૌથી વધુ પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરે છે

નવી દિલ્હી તા. ૨ : ભારતીય મોબાઈલ યૂઝર્સ ન્યૂઝ, ગેમ્સ અને સોશયલ મીડિયા એપ્સને સૌથી વધુ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરે છે, જેના કારણે આ ત્રણે એપ ટોપ ત્રણમાં સ્થાન મેળવવામાં સફળ થઈ છે. ટેક કંપની મો મેજિક ટેકનોલોજી દ્વારા કરાયેલા એક રિસર્ચમાં ગુરૂવારે આ જાણકારી મળી છે.

'લાઈફસ્ટાઈલ ઈનસાઈટ ઓફ એપ યૂઝર્સ ઈન ઈન્ડિયા' નામના આ રિપોર્ટમાં જણાવાયું છે કે, કઈ રીતે ભારતીય એપ યૂઝર્સની પસંદ બદલાઈ રહી છે અને કયો ઉપભોકતા કઈ એપને પસંદ કરે છે. મો મોજિકનો આ રિપોર્ટ ડાટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ અંતર્ગત બનાવાઈ છે.

આ રિપોર્ટમાં જણાયું કે, એક ભારતીય વ્યકિતના સ્માર્ટફોનમાં લગભગ ૫૦ એપ્સ ઈન્સ્ટોલ હોય છે, જેમાં પ્રી ઈન્સ્ટોલ એપ્સ પણ સામેલ છે. આ રિપોર્ટમાં એમ પણ જણાયું કે, ભારતીય પુરુષોના મોબાઈલમાં લગભગ ૫૦.૫ એપ્સ જયારે મહિલાઓના મોબાઈલમાં ૪૯.૮ એપ્સ ઈન્સ્ટોલ હોય છે.રિપોર્ટમાં જણાયું છે કે, ન્યૂઝ એપ્સમાં ૨૦૧૭ના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૨૦૧૮ના ચોથા કવાર્ટરમાં ૯૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. તો સોશયલ મીડિયા સાથે સંલગ્ન એપ્સમાં ૮૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ગેમિંગ એપ્સની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં તેમાં પણ ૫૨ ટકાનો ઉછાળો નોંધાયો છે.

કંપનીએ જણાવ્યું કે, ન્યૂઝ એપ્સમાં સૌથી વધુ ફૂડ, ડ્રિંક, હેલ્થ, ફિટનેસ અને ઓટો સેગમેન્ટની એપ્સ ઈન્સ્ટોલ કરાઈ છે. ઓટો અને હવામાન સાથે સંલગ્ન એપ્સ ઉપરાંત સોશયલ એપ યુઝર્સ સૌથી વધુ આકર્ષણ ડેટિંગ એપમાં જણાયું છે. ગેમિંગ એપની વાત કરીએ તો આ સેગમેન્ટમાં સૌથી વધુ પેરેન્ટિંગ એપને ઈન્સ્ટોલ કરાઈ છે. તે પછી કોમિકસ અને બ્યૂટી એપનો ઉપયોગ પણ લોકો કરી રહ્યા છે.

(11:46 am IST)