Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

એકસિડન્ટ પછી કાર ઝાડ પર જઇને લટકી, છ દિવસ સુધી મહિલા ડ્રાઇવર જીવતી રહી

ન્યુ દિલ્હી તા. ર : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પાસે એક વિચિત્ર દુર્ઘટના ઘટી. થોડાક દિવસ પહેલાં વિકનબર્ગ વિસ્તાર પાસે નેશનલ હાઇવે પર એક કારનો એકસિડન્ટ થયો. એ કાર પ૩ વર્ષની મહિલા ચલાવી રહી હતી. હાઇવે પર કાર ક્રેશ થઇ અને રેલિંગ તોડીને ઉછળીને ૧૭ મીટર દુર એક વૃક્ષ પર લટકી ગઇ. આ દુર્ઘટના કોઇએ જોઇ નહોતી. જો કે આ ઘટનાના છ દિવસ પછી જયારે હાઇવેનું મેઇન્ટેનન્સ કરતા વર્કરો પહોંચ્યા ત્યારે તુટેલી રેલિંગ જોઇને તેમને કોઇ અકસ્માતની આશંકા ગઇ. આ ટીમમાંથી એક જણની નજર દુર વૃક્ષ પર લટકતી ચગદાઇ ચુકેલી કાર પર પડી. નવાઇની વાત એ હતી કે એ કાર હલતી હતી. મહામહેનતે વર્કરો કાર સુધી પહોંચ્યા. જો કે દરવાજો ખોલીને જોયું તો અંદર મહિલા અર્ધબેભાન અવસ્થામાં પડી હતી. છ દિવસ સુધી પાણીના અભાવે ડીહાઇડ્રેશન થઇ ગયેલું અને તે બેભાન થઇ ગયેલી તરત જ તેને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી ડોકટરોએ તેને ેબચાવી લીધી હતી ભાનમાં આવ્યા પછી મહિલાનું કહેવું હતું કે તેને શારિરીક ઇજા ઘણી ઓછી થઇ હતી, પરંતુ તે પોતાની મેળે કારમાંથી નીકળીને હાઇવે સુધી પહોંચે એટલી ક્ષમતા તેના શરીરમાં રહી નહોતી.(૬.૬)

(10:19 am IST)