Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રામમંદિરનું વચન માત્ર ગતકડું હતું એવું સ્વીકારે તો BJPની બેઠકો ર૮૦માંથી બે થઇ જાયઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઇ તા. ર : રામમંદિર બનાવવાની બાબત ચુંટણી જીતવા માટેનો એક 'જુમલો' હતો. એવું જો BJP સ્વીકારી લે તો ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં BJP  ના સંસદસભ્યોની સંખ્યા ર૮૦ થી બે પર આવતા વાર નહીં લાગે એવું વકતત્ય શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઇ કાલે રાયગડ જિલ્લાના મહાડમાં કર્યું હતું.

મહાડના શિવસૈનિકો માટે યોજાયેલી સભા દરમ્યાન BJP  પર શાબ્દિક પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે એકઠી કરવામાં આવેલી ઇંટો મંદિર માટે નહી પણ દેશની રાજગાદી સુધી પહોંચવા માટેનાં પગથિયાં હતા. દુકાળની પરિસ્થતિનો કયાસ કાઢવા માટે હું રાજયમાં ફરી રહ્યો છું ત્યારે આપણા વડા પ્રધાન વિદેશમ્રમણમાં વ્યસ્થ છે રાજયનું ભ્રમણ કરીને હું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના પદ પર શિવસેનાની વ્યકિતને લાવવા માંગું છે.

(10:18 am IST)