Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ભાજપને ઝટકો: રાજસ્થાનમાં 'રાજ' કરી શકે છે કોંગ્રેસ : સર્વે

કોંગ્રેસને ૧૧૦-૧૨૦ બેઠકો મળી શકે છે તો સત્તાધારી ભાજપને ૭૦-૮૦ બેઠક મળવાનો : અંદાજ : બીએસપી ૧થી ૩ બેઠક જીતી શકે છે તો ૭-૯ બેઠક પર અન્યને જીત મળી શકે છે

નવી દિલ્હી તા.૨ : રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બની શકે છે. આ વાત અમારી સહયોગી ચેનલ ટાઈમ્સ નાઉ અને સીએનએકસના પ્રી-પોલ સર્વેમાં સામે આવી છે. રાજસ્થાનમાં કુલ ૨૦૦ વિધાનસભા બેઠક છે. સર્વેમાં ૬૭ બેઠકોને સામે કરવામાં આવી હતી. બધી વિધાનસભાઓમાં ૧૨૦ સેમ્પલ લેવાયા છે, જેમાં કુલ ૮૦૪૦ (૪૨૫૦ પુરુષ અને ૩૭૯૦ મહિલાઓ) લોકોની પ્રતિક્રિયાને સામેલ કરાઈ છે.

સર્વેમાં કોંગ્રેસ માટે સારા સમાચાર છે. અંદાજ છે કે કોંગ્રેસને ૧૧૦-૧૨૦ બેઠકો મળી શકે છે. તો સત્તાધારી ભાજપને ૭૦-૮૦ બેઠક મળવાનો અંદાજ છે. બીએસપી ૧દ્મક ૩ બેઠક જીતી શકે છે, તો ૭-૯ બેઠકો પર અન્યને જીત મળી શકે છે.

દેશભરના લોકોના મગજમાં ચાલી રહેલા સવાલ પર સર્વેમાં સામેલ રાજસ્થાનના ૬૯ ટકા લોકોએ કહ્યું કે, તે મોદીને ફરી પીએમ બનતા જોવા ઈચ્છે છે. તો ૨૩ ટકા લોકોએ કહ્યું કે, રાહુલ ગાંધી પીએમ બનવા જોઈએ. ૨ ટકા લોકો એવા પણ હતા જેમણે બંનેને સમાન જણાવ્યા. ૩ ટકા લોકોને આ બંનેમાંથી કોઈ પસંદ નથી અને ૩ ટકાએ તેના પર કોઈ મત ન આપ્યો.

સર્વેમાં કેન્દ્ર અને રાજય સરકારના કામકાજના સવાલ પર ૬૩ ટકા લોકોએ કહ્યું કે, કેન્દ્ર સરકારે સારું કામ કર્યું. તો ૨૫ ટકા લોકોએ વસુંધરા સરકારે કામને સારું જણાવ્યું. ૧૨ ટકા લોકોએ તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી. ૫૩.૪ ટકા લોકો કેન્દ્ર સરકારથી ખુશ છે.

જયારે લોકોને પોતાના ક્ષેત્રમાં ધારાસભ્યો દ્વારા કરાયેલા કામો પર પ્રતિક્રિયા આપવા કહેવાયું તો ૪૦.૭ ટકા લોકોએ કહ્યું કે, તેઓ તેનાથી સંતુષ્ટ છે, તો ૪૩.૨૭ ટકા લોકો તેના સંતુષ્ટ ન જણાયાં, જયારે ૧૬.૦૩ ટકા લોકોએ કોઈ પ્રતિક્રિયા ન આપી.

સર્વેમાં જયારે લોકોને પૂછવામાં આવ્યું કે, આવનારી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો હશે તો ૨૭ ટકા લોકોએ કહ્યું કે, વિકાસ સૌથી મોટો મુદ્દો હશે. ૩૫ ટકા લોકોએ રોજગારીને સૌથી મોટો મુદ્દો જણાવ્યો. ૧૫ ટકા લોકોએ મોંઘવારી તો ૧૦ ટકા લોકોએ લિંચિંગને સૌથી મોટો મુદ્દો જણાવ્યો. ૬ ટકા લોકોએ એસસી/એસટી એકટને અને ૧૦ ટકા લોકોએ રફાલને રાજસ્થાન ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો જણાવ્યો.

મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાના કામકાજ અંગેના સવાલ પર ૪૮ ટકા લોકોએ તેને ખરાબ જણાવ્યું, ૩૫ ટકા લોકોએ તેને સારું કહ્યું. ૧૨ ટકા લોકોએ તેને સામાન્ય કહ્યું અને ૫ ટકા લોકોએ તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી.

સર્વેમાં જયારે વોટરોને વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતના કામકાજ પર સવાલ પૂછાયો તો ૩૧ ટકા લોકોએ કહ્યું કે, ગહલોતે સારું કામ કર્યું હતું. ૨૫ ટકા લોકોએ કહ્યું કે, વસુંધરાએ સારું કામ કર્યું છે. ૧૦ ટકા લોકોએ બંનેનું કામ પસંદ કર્યું. ૧૪ ટકા લોકોએ બંનેના કામને નકારી દીધું, તો ૨૦ ટકા લોકોએ તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી.(૨૧.૫)

(10:16 am IST)