Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઈન્ટરનેટ શટડાઉનના મામલામાં ભારત સૌથી પાછળઃ ૨૦૧૮માં ૧૨૧ વખત ઈન્ટરનેટ શટડાઉન થયું

નવી દિલ્હીઃ ભારત ઈન્ટરનેટ શટડાઉનના મામલામાં દુનિયામાં પ્રથમ સ્થાને આવી ગયુઃ ૨૦૧૮માં ૧૨૧ વખત ઈન્ટરનેટ શટડાઉન થયું: આ આંકડા દિલ્હી સ્થિત સોફટવેર ફ્રીડમ લો સેન્ટર ઈન્ટરનેટ શટડાઉન ટ્રેકરે જાહેર કર્યા છેઃ ભારતનો સ્કોર ૪૩મો રહ્યો છે ગયા વર્ષે આ સ્કોર ૪૧નો હતોઃ ડેટા બતાડે છે કે સરકારી નિયંત્રણને કારણે ઈન્ટરનેટની સ્વતંત્રતા ઉપર અસર પડી છેઃ ભારત નીચે જઈને આંશિક મુકત શ્રેણીમાં આવી ગયુ છેઃ સ્કોર જેટલો વધુ હશે સ્વતંત્રતતા એટલી ઓછી હશેઃ જેમ કે શૂન્ય સ્કોરનો મતલબ છે સંપૂર્ણ સ્વતંત્રતા તો ૧૦૦ નો મતલબ છે કોઈ સ્વતંત્રતા નહીં: ભારતમાં સરકાર તોફાન થાય, હેટક્રાઈમની ઘટના બને કે પછી પરીક્ષા વખતે ઈન્ટરનેટ સેવા બંધ કરી દયે છે

(10:09 am IST)