Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ ઘટાડોઃ ૧૮ ઓકટોબર બાદ પેટ્રોલમાં ૩ તો ડીઝલમાં ૨ રૂપિયા ઘટાડો થયો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ ઘટાડો નોંધાયોઃ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૯ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૪ પૈસાનો ઘટાડોઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૯.૧૪ અને ડીઝલનો ભાવ ૭૩.૬૪ થયો છે તો મુંબઈમાં પેટ્રોલમાં ૧૮ પૈસા અને ડીઝલમાં ૧૪ પૈસા ઘટયાઃ નવો ભાવ પેટ્રોલનો ૮૪.૬૮ અને ડીઝલનો ભાવ ૭૭.૧૮ થયો છેઃ એક બે દિવસને બાદ કરતા ૧૮ ઓકટોબરથી ઈંધણના ભાવમાં સતત ઘટાડો થયો છેઃ પેટ્રોલમાં ૩ રૂપિયા તો ડીઝલમાં ૨ રૂપિયા ઘટયા છે

(10:08 am IST)