Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પાણીના તળાવની ચોકીદારી : 24 કલાક માટે 2 શિફ્ટમાં ગામલોકો કરે છે પહેરેદારી ઓરંગાબાદના તાલવાડાના તળાવની પાણી ચોરી રોકવા ગ્રામજનો સક્રિય થયા

મહારાષ્ટ્રના ઓરંગાબાદના વૈજાપુર તાલુકના તાલાવાડા ગામના તળાવની ગામના લોકો 24 કલાક ચોકીદારી કરી રહ્યા છે. આ તળાવમાંથી પાણીની ચોરી થતી હતી તંત્રએ ગામલોકોની વાત કાને નહી ધરતા ગામલોકો પોતે જ તળાવની પહેરેદારી કરે છે 

 

   લોકોએ રાતે તળાવની ચોકીદારી કરવા માટે વારા રાખ્યા છે. ગામના લોકો માટી પાણીનો એક માત્ર સોર્સ આ તળાવ છે સરપંચનુ કહેવુ છે કે જો અમે નજર નહી રાખીએ તો તળાવ આગામી એક મહિનામાં જ ખાલી થઈ જશે.એ પછી ના તો અમને અને ના તો જાનવરોને પાણી મળશે. લોકોનુ કહેવુ છે કે રાતના સમયે આસપાસના લોકો સિંચાઈ માટે તળાવમાં પાઈપો નાંખીને પાણી ચોરી કરતા હોય છે.

 

(12:00 am IST)