Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

બિહારના લવગુરુ માતુકનાથ ફરી મેદાને : કહ્યું હું 65 વર્ષનો વૃદ્ધ છોકરો છું : ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી

વિદ્યાર્થિની જુલી સાથેના પ્રેમના કારણે ચર્ચામાં આવેલા લવગુરુએ કહ્યું મારા શરીરના દરેક અંગમાં તરુણાવસ્થા દેખાઈ છે

બિહારના લવગુરુ તરીકે ઓળખાતા 65 વર્ષીય માતુક નાથની પટણા યુનિવર્સિટીની બી.એન.કોલેજના હિન્દી અનુસ્નાતક વિભાગના વડા તરીકેથી નિવૃત્તિ જાહેર કરી છે ત્યારે તેમણે ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે તેમના વિદ્યાર્થીઓ અને હિતેચ્છુકોને તેમના માટે છોકરી શોધી આપવા માટે જણાવ્યું છે.

 

 માતુક નાથ જણાવે છે કે હું 65 વર્ષીય વૃદ્ધ બાળક છું, મારા શરીરના દરેક અંગમાં તરુણાવસ્થા દેખાઈ આવે છે. લોકો પાછળ ફરી-ફરી મારીને તરફ જુએ છે, સાથે જ લોકો મને એવું પણ પૂછે છે કે મારે રિટાયરમેન્ટ પછી શું કરવું જોઈએ. હું યુવાનીમાં જે વસ્તુ થાય છે તે કરીશ, એટલે કે હવે હું લગ્ન કરીશ.
  તેઓએ વધુમાં કહ્યું કે હું શિસ્તબદ્ધ, શરમાળ અને પરંપરાગત પ્રેમી છોકરો છું. તેમણે યુનિવર્સિટી અને શિક્ષણ વ્યવસ્થા પર નિશાન સાધતા કહ્યું કે યુનિવર્સિટીના લેક્ચર્સ સમયનો બગાડ છે અને ત્યાં ભણતા સમયે વિદ્યાર્થીઓ તેમના સમય અને શક્તિનો બગાડ કરે છે. આજે મારા રિટાયરમેન્ટનો દિવસ છે, હવે હું કોઈ સકારાત્મક કાર્ય કરવા માગુ છું, અને હું માનું છું કે એક ખુશ માણસ જ અન્ય વ્યક્તિને ખુશ રાખી શકે છે.
 માતુક નાથ કે જેઓ એમના એપાર્ટમેન્ટમાં એકલા રહે છે અને તેમના વિવિધ લવ અફેર્સના કારણે ચર્ચામાં રહેલા છે. તેઓ તેમની એક વિદ્યાર્થિની જુલીના પ્રેમમાં પણ હતા અને આ કારણે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું કારણકે તેમના પત્નીએ આ મુદ્દે એક ટીવી પત્રકારની સાથે માતુક નાથને તેમની પ્રેમિકાની સાથે પકડી પાડ્યા હતા. તેઓ તેમના વિદ્યાર્થીઓની સાથે ડાન્સ કરતા હતા તેઓ એક વીડિયો પણ યુ-ટ્યુબ પર જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેમના પર આકરા પગલા લેવામાં આવ્યા હતા.

(12:00 am IST)