Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

લગ્નને યુનિક બનાવવા થઇ દુલ્હનની એન્ટ્રી : અચાનક તમામ લોકો પાડવા લાગ્યા બૂમો

વરમાળા પહેરાવવા લગ્ન સ્થળ પર આવતી દુલહનનો આ વિડિઓ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ

લગ્નને યુનિક બનાવવા માટે લોકો અવનવું કરતા હોય છે બદલાતા સમયમાં, દરેક વ્યક્તિને તેમના લગ્નને યાદગાર રાખવા માંગે છે,ક્યારેક લગ્ન હકીકતમાં લગ્ન નહીં પરંતુ ડ્રામામાં ફેરવાય જાય છે કંઇક નવું કરવા માટે, ડ્રામાબાજી એટલી વધુ થાય છે ત્યારે એક મોટું નુકસાન ઉઠાવવું પડે છે.તાજેતરમાં જ કંઇક એવું થયું કે ખરેખર, આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે.

 

  આ વીડિયોમાં, વરમાળા માટે કન્યાને લગ્ન સ્થળ પર લાવવામાં આવી રહી છે. કન્યાને એક ક્રેન દ્વારા વરમાળા માટે લઇ જવામાં આવી રહી છે આ નજારો જોઇને પહેલા તો સૌ મહેમાનો સામાન્ય લાગે છે, ખુશ થાય છે પરંતુ આ ઘટનાક્રમમાં એવો મોડ આવે છે કે અચાનક જ તમામ લોકો બુમો પાડવા લાગે છે.

 હકીકતમાં, જ્યારે સ્ત્રી પાલકીમાં ઉભી રહીને ક્રેન દ્વારા લગ્ન સ્થળ પર વરમાળા પહેરાવવા માટે જઇ રહી હતી, ત્યારે તે અચાનક એ ક્રેન હૂકમાંથી ખુલીને લગભગ બે માળની ઉચાઇએથી નીચે પડી હતી.

(12:00 am IST)