Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પશ્ચિમ બંગાળ બાદ હવે કારગિલમાં રોહીંગ્યાનો વસવાટ:આઈબીના રિપોર્ટથી સુરક્ષાતંત્ર એલર્ટ

કારગીલમાં અનેક રસ્તાંનાં નિર્માણકાર્યમાં મજુર તરીકે કરે છે કામ :તેની મુવમેન્ટ પર સતત નજર

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળ બાદ હવે રોહીંગ્યા જમ્મુ-કાશ્મીરના કારગીલમાં હોવાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સી આઈબીના રિપોર્ટ બાદ સુરક્ષાતંત્ર એલર્ટ બન્યું છે  જમ્મુ અને કાશ્મીરના કારગિલમાં રોહિંગ્યાઓ હોવાની જાણકારી મળી છે. રિપોર્ટ મુજબ લગભગ 53 રોહિંગ્યા હોવાની માહિતી છે. આ લોકો કારગિલમાં વસવાટ  કરી રહ્યાં છે. રાજ્યમાં લાઈન ઓફ કંટ્રોલની નજીક પડતો કારગિલ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ સંવેદનશીલ છે. ભારતીય સેના પાકિસ્તાન તરફથી થનારી કોઈ પણ નાપાક હરકત માટે જવાબી કાર્યવાહી કરવા તૈયાર હોય છે. આવામાં જ્યારથી વિસ્તારમાં રોહિંગ્યાઓ હોવાની જાણ થઈ છે ત્યારથી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. 

ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાં મુજબ, કારગિલમાં કુલ 53 રોહિંગ્યાઓ હોવાની માહિતી મળી છે. આ લોકો કારગિલમાં વસવાટ કરે છે.  જો કે તેમાંથી અનેક લોકો રસ્તાના નિર્માણ કાર્યમાં મજૂર તરીકે કામ કરે છે. પરંતુ તેમની મૂવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 

(12:00 am IST)