Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કર્ણાટકના મહેસૂલમંત્રી વિવાદમાં :ખેલાડીઓ પર ફેંકી સ્પોર્ટ્સ કીટ:વિડિઓ થયો વાયરલ

હલિયાલમાં કાર્યક્રમમાં મંત્રી દેશપાંડે લાભાર્થીઓ પર સ્પોર્ટ્સ કિટ ફેંકતા જોવાયા

બેંગ્લુરુ :કર્ણાટકના મહેસુલ મંત્રી આર. વી. દેશપાંડેનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. હલિયાલમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ લાભાર્થીઓ પર સ્પોર્ટ્સ કિટ ફેંકતા જોવા મળ્યા છે.

 તેઓ પોતાના મતવિસ્તારમાં એક કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યા હતા.એક નવા ઈન્ડોર સ્ટેડિયના ઉદ્ગાટન અને જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને સમ્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેશપાંડે સ્ટેજ પર ઉભા રહીને ખેલાડીઓ પર સ્પોટ્સ કિટ્સ ફેંકતા દેખાઈ રહ્યા છે.

(6:39 pm IST)