Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમેરિકાએ ભારતમાંથી આયાત કરાતી 50 જેટલી વસ્તુઓ ઉપરની ડ્યુટી ફ્રી જોગવાઈ રદ કરી : નાના અને મધ્યમ કદના નિકાસકારોને ફટકો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત સહિત અન્ય દેશોમાંથી આયાત થતી 90 જેટલી વસ્તુઓને ડ્યુટી ફ્રી જોગવાઈમાંથી દૂર કરી દીધી છે.જેમાં ભારતમાંથી આયાત થતી 50 વસ્તુઓનો સમાવેશ થાય છે.જેમાં મોટા ભાગની હેન્ડલુમ તથા એગ્રિકલચર  પ્રોડક્ટ છે.GST માંથી દૂર કરી દેવાયેલી તમામ વસ્તુઓ માટેનો નિર્ણય આજ 1 નવે.થી લાગુ પડશે.જે માટે પ્રેસિડન્ટએ આજ વટહુકમ જારી કર્યો છે.

  ઉલ્લેખનીય છે કે ડ્યુટી ફ્રી જોગવાઈ હેઠળ ભારતમાંથી આયાત કરતી વસ્તુઓનું માર્કેટ 5.6 મિલિયન ડોલર જેટલું હતું.પરંતુ આજથી ભારતમાંથી અમેરિકા નિકાસ કરાતી વસ્તુઓ ઉપરની ઉપરોક્ત જોગવાઈ ને કારણે વસ્તુઓની નિકાસ કરતા ભારતના નાના અને મધ્યમ કદના વ્યવસાયિકોને અસર થશે.

(12:00 am IST)