Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

છત્તીસગઢમાં કોંગ્રેસની આખરી લીસ્ટ લિસ્ટ જાહેર: પૂર્વ મુખ્યમંત્રીના પત્ની રેણુ જોગીનું પતુ કપાયુ

રાયપુરથી લઈને દિલ્હી સુધી બેઠકો બાદ અંતે લિસ્ટ ફાયનલ કરાયું

નવી દિલ્હી :છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનું પાંચમું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં 18 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે પહેલાં રજૂ કરેલ ચાર લિસ્ટમાં 12, 6, 37 અને ઉમેદવારોના નામની જાહેરાત થઇ હતી રાઈપુરથી લઇને દેશની રાજધાની દિલ્હી સુધી બેઠકોના મેરેથોન પછી કોંગ્રેસનું પાંચમી લિસ્ટ ફાઇનલ થયું છે આખરી લિસ્ટમાં પૂર્વ મુખ્યમંત્રી  જોગીના પત્નીને કોંગ્રેસે ટીકિટ અાપી નથી.

 કોંગ્રેસ દ્વારા દુર્ગમ ગ્રામ્ય બેઠકો પર ટિકિટ બદલનાર તામ્રધ્વજ સાહુને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જો કે અહીં છબી ચંદ્રકરને પ્રથમ ટિકિટ આપવામાં આવી હતી.

  પૂર્વ મુખ્યમંત્રી અજીત જૉગીની પત્ની અને ધારાસભ્ય રેણુ જોગીનું પતુ કપાઈ ગયું છે. તેમના સ્થાને વિભોર સિંહને કોંગ્રેસે ટિકિટ આપી છે. બિલાસપુરમાં કદ્દાવર મંત્રી અમર અગ્રવાલની સામે કોંગ્રેસે શૈલેશ પાંડેને મેદાનમાં ઉતાર્યો છે. તે જ સમયે રાયપુર દક્ષિણ સીટ પર વરિષ્ઠ પત્રકાર રુચિર ગર્ગને ટિકિટ આપવાને બદલે કોંગ્રેસે કંનૈયાલાલ અગ્રવાલને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

(12:00 am IST)