Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સીતાફળના બીજનો ઉપયોગ કીડીઓ અને વાળમાં રહે જુ દૂર કરવામાં ઉત્તમ

શિયાળાની સીઝનમાં મળતા સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. સીતાફળ વિટામિન C, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્વ અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે. હૃદય રોગ, પ્રેગ્નેન્સી, આંખોનું તેજ વધારવા, હેલ્ધી સ્કીન અને હેર, અસ્થમા વગેરેમાં સીતાફળ ખૂબ જ ઉપયોગી છે. સીતાફળ જેટલું ફાયદાકારક છે તેના ઠળિયા પણ તેટલા જ ઉપયોગી છે. હવે સીતાફળ ખાઈને ઠળિયા ફેંકી દેતા પહેલા એક વાર વિચાર કરજો. આગળ વાંચો સીતાફળના બીજના ફાયદા….

કીડીઓને ભગાડશે

જો તમારા ઘરમાં બહુ કીડીઓ થઈ જતી હોય તો સીતાફળના બીજ તમારી મદદ કરી શકે છે. સીતાફળના બીજનો પાઉડર બનાવી લો. આ પાઉડરને પાણીમાં પલાળીને થોડા દિવસ રહેવા દો. ત્યારબાદ ઘરના દરેક ખૂણામાં છાંટી દો. આ ઉપાયથી કીડીઓ અને અન્ય જીવજંતુઓ ઘરમાં નહીં દેખાય. આ સિવાય આ મિશ્રણનો ઉપયોગ છોડમાં થતી જીવાત દૂર કરવા માટે કરી શકો છો. 10-15 દિવસ સુધી દરરોજ અસરગ્રસ્ત છોડમાં આ પાઉડર નાખો ફાયદાકારક પરિણામ મળશે.

માથામાંથી જૂ-લીખો મટાડશે

વાળમાં પડેલી જૂથી છૂટકારો મેળવવા માટે દરેક પ્રકારના ઉપાયો કરીને કંટાળ્યા હો છતાં રાહત ન મળી હોય તો સીતાફળના બીજ અજમાવી જુઓ. સીતાફળના બીનો પાઉડર બનાવી લો. પાઉડરમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવી 10 મિનિટ સુધી રહેવા દો અને પછી વાળ ધોઈ લો. એક મહિના સુધી અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવાથી ફાયદો થશે.

દવાઓ બનાવવા

સીતાફળના બીજનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોટા પ્રમાણમાં કરે છે.

ખેતરોમાં જીવાણુનાશક તરીકે

સીતાફળના બીજ સાથે લીમડાના બી ઉમેરીને પેસ્ટીસાઈડ તૈયાર કરવામાં આવે છે. આ પેસ્ટીસાઈડ કુદરતી છે અને જૈવિક ચક્રને અસર નથી કરતું. ખેતરોમાં વપરાતા સીતાફળના બીમાંથી તૈયાર થયેલા પેસ્ટીસાઈડથી માનવજાત માટે પણ હાનિકારક નથી.

બાયોગેસ ઉત્પાદન

જર્મની અને યુરોપના કેટલાક દેશોમાં સીતાફળના બીજનો ઉપયોગ કરીને કોમર્શિયલ બાયોગેસ તૈયાર કરવામાં આવે છે. આ બીજમાં ફેટી એસિડ રહેલું છે જે મિથાઈલ-ઈસ્ટરથી ભરપૂર છે તેનાથી બાયોગેસ ઉત્પન્ન કરી શકાય છે.

માછલી પકડવા

કેટલાક દેશોમાં સીતાફળના બીજનો ઉપયોગ માછલી પકડવા માટે થાય છે.

(12:00 am IST)