Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમેરિકામાં ૧૪ દિવસ સુધી અેક જ ડાયપર રાખતા નવજાત બાળકનું મોતઃ માતા-પિતાની બેદરકારી

નવજાત બાળક ખૂબ જ નાજુક હોય છે, તેના જન્મથી લઈને અમુક વર્ષો સુધીમાં પેરેન્ટ્સની નાની એવી ભૂલનું પણ ગંભીર પરિણામ આવી શકે છે. આવું જ કંઈક અમેરિકાના એક પેરેન્ટ્સ સાથે બન્યું છે. નવજાત બાળકના ડાઈપરમાં પડેલા કીડા બાદ તે મૃત હાલતમાં મળી આવ્યો. હાલમાં બાળકના પેરેન્ટ્સ પર ચાલી રહેલા કેસમાં સાબિત થયું કે નવજાત બાળકનું મોત ડાઈપરથી થયેલા ઈન્ફેક્શનના કારણે થયું છે.

14 દિવસ સુધી નહોતું બદલ્યું બાળકનું ડાઈપર

અમેરિકાના લોવામાં રહેતા 29 વર્ષીય ઝચારી પોલ કોહેન અને બાળકની માતા ચેયાને હેરિસ પર પોતાના બાળકના મૃત્યુનો આરોપ લાગ્યો છે. દંપતિ પર આરોપ છે કે તેમણે બેદરકારી દર્શાવતા તેમના 4 મહિનાના બાળક સ્ટર્લિંગનું ડાઈપર 9થી 14 દિવસ સુધી નહોતું બદલ્યું. આ બાદ તે મૃત સ્થિતિમાં મળી આવ્યો.

ડાઈપરમાં જીવાત થયા ઈન્ફેક્શનથી મોત

નવજાતના બાળકનું આટલા દિવસોથી એકનું એક ભીનાશવાળા અને લૂઝ થઈ ગયેલા ડાઈપર બેક્ટેરિયાને ઈંડા મૂકવા માટે ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું. જે બાદ ડાઈપરમાં મોટી સંખ્યામાં કીડા થઈ ગયા. આ કારણે તેને અંદર ફોલ્લીઓ થઈ જેમાંથી ઈ.કોલી બેક્ટેરિયા તેના શરીરમાં પ્રવેશી ગયા.

રિપોર્ટમાં મોત થવાનું કારણ ઈન્ફેક્શન

બાળકના મૃત્યુ થવાનું કારણ જણાવતા રિપોર્ટમાં સામે આવ્યું કે નવજાત માલન્યુટ્રિશન, ડિહાઈડ્રેશન અને ઈન્ફેક્શનના કારણે મૃત્યુ પામ્યો. આ વિશે વાત કરતા નર્સ ટોની ફ્રેડરીક કહે છે કે ઘરમાં બાળક પાસે જનારી તે સૌથી પહેલી હતી. જ્યારે તે બાળક પાસે પહોંચી તો તેની આંખો ખુલ્લી હતી, જ્યારે તેણે બાળકના છાતીને સ્પર્શ કર્યો તો તેના કપડાં કડક જણાયા. જ્યારે તેણે બ્લેન્કેટ હટાવ્યું તો ત્યાંથી ત્યાંથી જીવાત ઉડવા લાગી.

પિતા પર લાગ્યો બાળકની હત્યાનો આરોપ

ઘટના બાદ કોર્ટે નવજાતના પિતા પર મર્ડર અને બાળકને જોખમી સ્થિતિમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે નવજાતની માતા પર અન્ય ટ્રાયલમાં સજા સંભળાવવામાં આવશે.

(12:00 am IST)