Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઓનલાઇન શોપીંગમાં છેતરપિંડીઃ સ્પીકર મંગાવ્યુ તો સીલપેક બોક્સમાંથી દિવાળીના દિવા અને લાડુ મળ્યાઃ ૭ હજારની વસ્તુને બદલે રૂૂ.૨૦ની વસ્તુ મળી

ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો હોવા છતાં ક્યારેય અહીંથી ખરીદેલી વસ્તુઓ તમારા માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ શકે છે. કારણ કે માર્કેટમાં ઘણા ફેક સેલર્સ ડિફેક્ટિવ અને નકલી પ્રોડક્ટ્સ અથવા તો પછી પથ્થર અને ઈંટ પેકેટમાં આપીને તમને છેતરવા માટે રાહ જોઈને તૈયાર બેઠા હોય છે.

સ્પીકરના બદલે મળ્યા દિવા અને મિઠાઈ

ત્યારે હવે દિવાળી પહેલા આ રીતે ઓનલાઈન શોપિંગ દ્વારા ફ્રોડનો વધુ એક કિસ્સો અમેઝોનના કસ્ટમર સાથે થયો છે. જેણે JBLનું સ્પીકર ઓર્ડર કર્યું હતું, તેના બદલામાં તેને દિવા અને મીઠાઈનું પેકેટ ડિલિવર કરવામાં આવ્યું.

7000રૂ.ની કિંમત સામે 20રૂ.ની વસ્તુ આપી

આ ગ્રાહકે અમેઝોન સાઈટ પરથી JBL- Flip 4 સ્પીકર ઓર્ડર કર્યું હતું. જેની અંદાજિત કિંમત 7000 રૂપિયા છે. તેના બદલામાં તેને સીલપેક બોક્સમાં દિવાળીના દિવા અને લાડૂ આપવામાં આવ્યા, જેની કિંમત માત્ર 20 રૂપિયા સુધીની છે.

ગ્રાહકે તસવીરો પોસ્ટ કરી જાણ કરી

આ ગ્રાહકે પેકેટની અંદરથી મળેલી વસ્તુઓની તસવીરો ટ્વીટ કરીને શેર કરી છે. જે બાદ ઓનલાઈન રિટેઈલર અમેઝોને તેની માફી માગતા સમગ્ર મામલામાં યોગ્ય પગલા લેવાનું પ્રોમિસ કર્યું છે.

(12:00 am IST)