Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પૂણેની સ્ટીયરીંગ ગિયર કંપનીના ૨૩૬ અેન્જીનિયરો દોઢ મહિના સુધી કામ ઉપર ન ગયા

પૂણે‌ઃ સ્કૂલ કે કોલેજમાં તેમ ઘણીવાર એવું જોયું હશે, જ્યારે એક વિદ્યાર્થી ક્લાસમાં અન્ય કોઈ સાથી મિત્રને પહેલાથી જણાવી દેતો હોય છે કે આવતીકાલે હું ભણવા નહીં આવું. મારી હાજરી જોઈ લેજે. આ બાદ બીજો વિદ્યાર્થી પણ બંક મારવાના પ્લાનમાં શામેલ થઈ જતો. આમ કરતા-કરતા અડધો ક્લાસ ગાયબ થઈ જતો. ક્લાસમાંથી બંક મારીને વિદ્યાર્થીઓ ક્યારેક ફિલ્મ જોવા અથવા તો પછી લટાર મારવા નીકળી પડતા હોય. આ તો વાત થઈ સ્કૂલમાં બંક મારવાની પરંતુ પુણેમાં એક કંપનીના બધા જ કર્મચારીઓએ સામુહિક બંક મારી. જી હાં કંપનીના 236 કર્મચારીઓએ એકસાથે જ કામ પર ન પહોંચ્યા.

6 અઠવાડિયા સુધી કામ પર ન ગયા

પુણેની ઓટો પાર્ટ્સ બનાવતી ZF સ્ટીયરિંગ ગીયર કંપનીના કર્મચારીઓએ આવું સાહસ કરી બતાવ્યું. આ કંપનીના 236 એન્જિનિયર્સ 2 ડિસેમ્બર 2017થી લઈને 19 જાન્યુઆરી 2018 સુધી કામ પર ન આવ્યા. એટલે તેઓ દોઢ મહિના સુધી કામ પર જ ગયા. કંપનીએ હાલમાં આ કર્મચારીઓને ટર્મિનેટ કરી નાખ્યા છે.

સીનિયર ઓફિસર્સને જાણ નહોતી કરી

આટલું જ નહીં, કંપનીએ તેમને આટલા દિવસો સુધી ન આવવાનો પણ પગાર આપ્યો. એક રીતે આ સમયને તેમનો પ્રોવિઝન પીરિયડ માનવામાં આવ્યો. આ કંપની જર્મનીની છે. આથી પણ વિશેષ આ 236 એન્જિનિયર્સે બંક મારવા અને કામ પર ન જવાના પોતાના પ્લાન વિશેની જાણકારી કંપનીના કોઈ સીનિયર ઓફિસર્સને પણ નહોતી જાણાવી.

(12:00 am IST)