Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દિવાળી તહેવારમાં રેલવે વિભાગ દ્વારા ૧૦૧ ટ્રેન માટેના ફ્લેક્સી ફેરમાં ૧.૪ ગણો ઘટાડો

નવી દિલ્હી: દિવાળી અને છઠના તહેવાર પહેલા રેલવે મંત્રી પિયૂષ ગોયલે પેસેન્જર્સેને મોટી રાહત આપી છે. બુધવારે પિયૂષ ગોયલે જાહેરાત કરી કે, રાજધાની, શતાબ્દી, દુરંતો અને હમસફર ટ્રેનની ફ્લેક્સી સ્કિમમાં ફેરફાર કરાયો છે. સુધારેલી સ્કીમ પ્રમાણે, 15 ટ્રેનોની ‘ડાયનેમિક પ્રાઈસ’ નકામી થઈ અને ફેબ્રુઆરી, માર્ચ અને ઓગસ્ટ મહિના માટે અન્ય 32 ટ્રેનોની આ પ્રાઈસ સસ્પેંડ થઈ. રેલવેએ અન્ય 101 ટ્રેન માટેના ફ્લેક્સી ફેરમાં 1.4 ગણો ઘટાડો કર્યો છે. મુસાફરીના 4 દિવસ પહેલા ટિકિટ બુક કરાવો તો 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હવેથી આ ડિસ્કાઉન્ટ હમસફર ટ્રેનમાં પણ મળશે.

‘વીન-વીન સિચ્યુએશન’

રેલવે મંત્રીએ આ સ્થિતિને ‘વીન-વીન’ ગણાવી છે. રેલવે મંત્રીના મતે, આ ફેરફારથી પેસેન્જર્સને સસ્તામાં ટિકિટ મળશે સાથે જ ટ્રેનની માગ વધશે અને વધારે સીટો ભરાશે. ‘ડાયનેમિક પ્રાઈસિંગ’ સ્કીમ 44 રાજધાની, 46 શતાબ્દી અને 52 દુરંતોમાં 9 સપ્ટેમ્બર, 2016ના રોજ લાગુ કરાઈ હતી. રેલવેને આશા છે કે આ ફેરફારોથી રેવન્યૂમાં થયેલું 102 કરોડનું નુકસાન સરભર થશે.

નુકસાન ભરપાઈ થવાની રેલવેને આશા

50 ટકાથી ઓછા પેસેન્જર્સ ધરાવતી 15 ટ્રેનોમાંથી આ સ્કીમ રદ કરાતા 15 ટકા પેસેન્જર વધશે જેનાથી રેલવેને 22 કરોડનો ફાયદો થશે. 50થી 75 ટકા પેસેન્જર્સ ધરાવતી 32 ટ્રેનો જેમાં 3 મહિના (ફેબ્રુઆરી, માર્ચ અને ઓગસ્ટ) દરમિયાન ફ્લેક્સી ફેર નહીં ચૂકવવો પડે તેના બુકિંગમાં 30 ટકા વધારો થાય તો 40 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ થઈ શકે. ડિસ્કાઉન્ટ આપવાથી 10 કરોડનું નુકસાન થશે પરંતુ 10 ટકા પેસેન્જર્સ વધતાં તે ભરપાઈ થઈ શકે છે.

ટ્રાયલ રન કરાયો

આ નવી સ્કીમના અમલ માટે ચેન્નાઈ-મૈસૂર શતાબ્દી વાયા બેંગ્લોર (ટ્રેન નંબર 12007)માં ટ્રાયલ રન લેવામાં આવ્યો. આ ટ્રેનમાં બેંગ્લુર અને મૈસૂર વચ્ચે ખૂબ ઓછા પેસેન્જર્સ જોવા મળ્યા, કારણકે ટ્રેનના ભાડા કરતાં બસ ભાડું ઓછું છે.

(12:00 am IST)