Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

દુબઈના બુર્જ ખલીફામાં ગાંધીજીની 150મી જ્યંતીએ વિશેષ લાઇટિંગ

વિશ્વમાં જાણીતા સ્મારકો પર ગાંધીજીની તસવીરને લાઈટિંગથી દર્શાવીને વિશેષ શ્રદ્ધાંજલિ અપાઈ

 

દુબઈઃ ગાંધી જયંતી નિમિત્તે દુબઈના બુર્જ ખલીફા પર વિશેષ લાઈટિંગ કરવામાં આવી હતી. બુર્જ ખલીફાએ ગાંધીજીની 150મી જન્મજયંતીની વિશેષ રીતે ઉજવણી કરી હતી. દુબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા બુર્જ ખલીફા પર કરવામાં આવેલી વિશેષ લાઈટિંગનો વીડિયો જાહેર કરાયો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ 2 ઓક્ટોબરના નિમિત્તે સમગ્ર વિશ્વમાં જાણીતા સ્મારકો પર ગાંધીજીની તસવીરને લાઈટિંગથી દર્શાવીને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રના ન્યૂયોર્કમાં આવેલા વડામથક, પેરિસનો એફિલ ટાવર, બુર્જ ખલિફા સહિતનાં અનેક સ્મારકો પર વિશેષ લાઈટિંગ કરીને ગાંધીજીને જીવંત કરાયા હતા.   

(12:20 am IST)