Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધીજીની 150મી જયંતી પર ગહલોત સરકારે તમ્બાકુ, પાન મસાલા અને ફ્લેવર્ડ સુપારી પર લગાવ્યો પ્રતિબંધ

ઉત્પાદન, સંગ્રહ, વિતરણ પર પ્રતિબંધ લગાવી દીધો : ગેઝેટ નેટીફિકેશન જાહેર

જયપુર : દેશ ગાંધીજીની 150 મી જન્મ જયંતી મનાવી રહ્યુ છે. ત્યારે દેશભરનાં નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.  બીજી તરફ ગાંધીજીની જયંતી પર ગહલોત સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં હવે મેગ્નેશિયમ કાર્બોનેટ નિકોટિન તમાકુ, મિનરલ ઓઇલ યુક્ત પાન મસાલા અને ફ્લેવર્ડ સુપારીનાં ઉત્પાદન, સંગ્રહ, વિતરણ પર પ્રતિબંધ લગાવી છે. તબીબી મંત્રી ડો.રઘુ શર્મા દ્વારા તેની ઘોષણા કરવામાં આવી છે. આ માટે ગેઝેટ નેટીફિકેશન જાહેર કરવામાં આવી છે.

  ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તમ્બાકુનો ઉપયોગ એ ભારત અને વૈશ્વિક સ્તરે મૃત્યુ અને બિમારીનું મુખ્ય કારણ છે. ભારતમાં તમ્બાકુનાં વપરાશથી મૃત્યુદર અને માંદગીનું પરિણામ ભાર ભારતમાં ઘણો વધારે છે. ભારતમાં દર વર્ષે તમાકુને કારણે 13.5 લાખ લોકોનાં મોત થાય છે. આ દરેક બધા ચિંતાનો વિષય છે.

(8:54 pm IST)