Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

જે બધાને જોડીને ચાલી શકે તેને સંઘ કહેવાયઃ ભારત હિન્દુ રાષ્ટ્ર છે એ સત્ય કોઇ બદલી નહી શકે! મોહન ભાગવતજી

''ધ આરએસએસઃ રોડ મેપ્સ ફોર ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી''

નવી દિલ્હી : 'ધ આરએસએસઃ રોડ મેપ્સ ફોર ૨૧ સેન્ચ્યુરી' પુસ્તકનું વિમોચન કરતા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે આ પુસ્તક સમાજને 'સંઘ' વિશેની માહિતી આપશે અને સંઘમાં ચર્ચાનો વિષય પણ બનશે. તેમણે કહ્યુ કે સંઘ કોઇ પુસ્તક સાથે બંધાયેલો નથી પણ પુસ્તકો માર્ગદર્શન  તો કરે જ છે એટલે પુસ્તક વાંચજો.

આરએસએસ પ્રમુખે આ પુસ્તકને સંઘ અંગેની ગલત ફહેમી દુર કરનાર પુસ્તક ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે પુસ્તક વાંચવા થી તમને સંઘ અંગે ગલતફહેમી નહીં ઉભી થાય આ ઉપરાંત તેમણે સંઘ અંગે પણ જણાવ્યુ હતુ.

મોહન ભાગવતે કહ્યુ કે જે બધા લોકોને જોડીને રાખી શકે છે તેને સંઘ કહેવાય. જે લોકો એમ કહેતા હોય કે અમે હિંદુ નથી તે પણ અમારા જ છે. એવુ માનીએ તો જ સમાજ સમૃધ્ધ બને.  તેમણે કહ્યુ કે વિચારોની અલગતા સંઘમાં માન્ય છે. અહીં અનેક મતભેદો હોવા છતા મતભેદો નથી.

આ ઉપરાંત તેમણે કહ્યુ કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે તે સત્ય છે. તેને કોઇ બદલી નહી શકે . તેને અમે નથી બનાવ્યુ, એ સદા કાળથી ચાલતુ આવ્યુ છે. જ્યાં સુધી અહી એક હિંદુ પણ હશે, આ હિંદુ રાષ્ટ્ર છે, આ સત્ય છે બાકી બધુ કાળ ખંડ અને પરિસ્થિતી મુજબ બદલાઇ શકે છે.

(3:29 pm IST)