Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કેટલાક લોકો સંઘને દેશનું પ્રતિક બનાવવા ઇચ્છુક : પરંતુ આ સંભવ નથી: દેશના મૂળમાં ગાંધીના વિચાર છે : સોનિયા ગાંધી

ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમનો રસ્તો પસંદ કરવો મુશ્કેલ છે.

નવી દિલ્હી : રષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યુ કે, કેટલાક લોકો આજે RSS ને દેશનું પ્રતિક બનાવવા ઇચ્છે છે, પરંતુ આ સંભવ નથી. અમારા દેશની મૂળમાં ગાંધીના વિચાર છે.

   કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યુ કે, મહાત્મા ગાંધીએ આખી દુનિયાને અહિંસાનો રસ્તો અપનાવવા માટેની પ્રેરણા આપી હતી, આજે ભારત જ્યાં પહોંચ્યો છે તે ગાંધીના રસ્તા પર ચાલીને પહોંચ્યો છે. ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમનો રસ્તો પસંદ કરવો મુશ્કેલ છે.

   કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ કે, ''મહાત્મા ગાંધીના રસ્તાથી હટાવીને પોતાની દિશામાં લઇ જનારા પહેલા પણ ઓછા ન હતા, ગત કેટલાક વર્ષોમાં સામ-દામ-દંડ-ભેદનો ખુલ્લો વેપાર કરીને પોતાને વધારે તાકતવર સમજે છે, આ છતાં ભારત ભટક્યુ નથી કેમકે આપણા દેશમાં ગાંધીના વિચારો આધારશિલા છે. આજકાલ કેટલાક લોકો ગાંધીના વિચારોને ઉલ્ટા કરવાનો પ્રયત્ન કરે છે. કેટલાક લોકો ઇચ્છે છે કે ગાંધી નહી RSS દેશનો પ્રતિક બની જાય, પરંતુ આ સંભવ નથી

(1:35 pm IST)