Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ચંદ્રયાન-૨ : લેન્ડર વિક્રમ માટેની શોધ હજુપણ જારી

ચંદ્ર પર દિવસ નિકળવાનો ઇંતજાર

બેંગ્લોર, તા. ૧ : ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરને લઇને હાલમાં કોઇ સારા સમાચાર આવી રહ્યા નથી પરંતુ ઇસરોએ હજુ સુધી હિંમત હારી નથી. ત્રણ સપ્તાહથી વધુ સમય પહેલા ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગના પ્રયાસ વેળા વિક્રમ સાથે સંપર્ક તુટી ગયો હતો. જો કે, ઇસરોનું કહેવું છે કે, સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ હજુ પણ ચાલી રહ્યા છે. ૭મી સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગથી થોડાક મિનિટો પહેલા જ વિક્રમના જમીન સાથે સંપર્ક તુટી ગયા હતા ત્યારબાદથી બેંગ્લોર સ્થિત અંતરિક્ષ સંસ્થા લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા હતા. ચંદ્ર પર રાત શરૂ થવાના કારણે ૧૦ દિવસ પહેલા આ પ્રયાસો સ્થગિત કરાયા હતા પરંતુ હવે પ્રયાસો ફરીથી તીવ્ર કરાયા છે.

(12:00 am IST)