Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પટનામાં ભારે પૂર વચ્ચે પેટ્રોલપંપમાં આગ ભભૂકી : ચાર દિવસથી અંધારપટ :લાઈટ આવીને બ્લાસ્ટ !

દિનકર ગોલામ્બર વિસ્તારના પમ્પમાં પેટ્રોલ ટાંકીમાં અચાનક વિસ્ફોટ થતા આગ લાગી

બિહારની રાજધાની પટણામાં પૂરની વચ્ચે  પેટ્રોલ પમ્પ પર આગ ભભૂકી ઉઠી હતી. પટનાના દિનકર ગોલામ્બર વિસ્તારમાં નાલા રોડ પર આવેલા આ પેટ્રોલ પમ્પ પર અચાનક ગભરાટ ફેલાઇ ગયો હતો.  

    મળતી માહિતી મુજબ પેટ્રોલ ટાંકીમાં અચાનક વિસ્ફોટ થતાં આગ લાગી હતી. અંધકારને કારણે આગને કાબૂમાં લેવામાં ખૂબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

   મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ પમ્પ પર તેલ લિક થઈ રહ્યું હતું. પરંતુ આ વિસ્તારમાં ચાર દિવસથી કોઈ લાઇટ નહોતી. મંગળવારે વીજળી લીકેજ થવાને કારણે બ્લાસ્ટ થયો

(12:15 am IST)