Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ભારત આવનારા ૧૦ દેશોના પ્રવાસીઓ માટે હવે આર.ટી.પી.સી.આર.નો નેગેટીવ રિપોર્ટ ફરજીયાત કરી દેવાયો

આંતરરાષ્ટ્રીય યાત્રાની ગાઇડ લાઇનના પરિવર્તન કરાયું

નવી દિલ્‍હી : સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. બીજી તરફ દુનિયાના વિવિધ દેશોમાં નવા વેરિએન્ટે દેખા દેતા WHO પણ ચિંતાતતુર થયું છે. ભારત આવનારા 10 દેશોના પ્રવાસીઓ માટે હવે RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવા ફરજીયાત કરી દેવાયો છે. ત્રીજી લહેરને ખાળવા માટે ભારત સરકાર એલર્ટ બની છે.. જેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.. પહેલા બ્રિટન..યુરોપ અને મિડલ ઈસ્ટના પ્રવાસીઓ માટે જ આ નિયમ લાગુ હતો.. પરંતુ હવે વધુ સાત દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકા. બાંગ્લાદેશ.. બોત્સવાના.. ચીન.. મોરેશિયસ..ન્યૂઝીલેન્ડ.. અને ઝીમ્બાબ્વેનો સમાવેશ થાય છે.. કોરોનાના નવા વેરિએન્ટને જોતા આંતરરાષ્ટ્રીય યાત્રાની ગાઈડલાઈનમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.. આરટી-પીસીઆર નેગેટિવ હોવા છતાં ભારતમાં આવનારા પ્રવાસીઓની તપાસ કરવામાં આવશે.

થોડાક સમય પહેલા દ.આફ્રિકામાં પણ નવા વેરિએન્ટ મળી આવ્યો હતો. કોરોનાની મહામારી સામે લડી રહેલી દુનિયામાં કોરોના વાઇરસના વધુ એક વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. દક્ષિણ આફ્રિકાના સંશોધકોના જણાવ્યા પ્રમાણે આફ્રિકામાં Sars-CoV-2ના વધુ એક વેરિયન્ટની માહિતી મળી છે. સંશોધકોએ આ સાથે એવી પણ ચેતવણી આપી છે કે, નવો જે વેરિયન્ટ મળ્યો છે. તે રસી ઉપર પણ ઓછો અસરકારક છે.

દક્ષિણ આફ્રિકા સહિત દુનિયાભરમાં C.1.2 વેરિયન્ટની સીક્વન્સની સંખ્યા અને તેની ફ્રિકવન્સીનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું નથી. પરંતુ દક્ષિણ આફ્રિકામાં દર મહિને C.1.2 વેરિયન્ટના જીનોમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મે માસમાં C.1.2 વેરિયન્ટના જીનોમની સીક્વન્સ 0.2 ટકા હતી. જે જૂન માસમાં વધીને 1.2 ટકા અને જુલાઈમાં 2 ટકા થઈ છે. સંશોધકોનું કહેવું છેકે, C.1.2 વેરિયન્ટ કોરોનાની રસીની સુરક્ષાને ભેદી શકે છે. C.1.2 વેરિયન્ટ એન્ટીબોડીમાં ઈમ્યૂનને ખતમ કરે છે. C.1.2 વેરિયન્ટના કારણે કેટલાક લોકોની બોડીમાં એન્ટીબોડી બની નથી. અને બની છે તો તે ખૂબ નબળી છે.

દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે આજે ભારતમાં કોરોનાના 47 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. તેની સરખામણીએ સાજા થનારાઓની સંખ્યા ઓછી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 509 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગુરૂવારે કોરોનાના નવા 47,092 કેસ સાથે કેસની કુલ સંખ્યા 3,28,57,937 થઈ ગઈ છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 3,89,583 છે. અત્યાર સુધીમાં 3,20,28,825 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,39,529 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

(11:14 pm IST)