Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

જૂમ્માની નમાઝ પછી કાલે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે તાલિબાન

૧૫ ઓગસ્ટે રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાન ને નિયંત્રણ માં લીધું છે

ન્યૂ દિલ્હી : અફઘાનિસ્તાન પર કબ્જાના લગભગ બે સપ્તાહહ પછી કાલે શુક્રવારે તાલિબાન દેશમાં સરકાર બનાવવા માટે બધી જ રીતે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું કે શુક્રવારે જૂમાની નમાઝ પછી તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે.

15 ઓગસ્ટે રાજધાની કાબુલ પર કબ્જો કરવાની સાથે જ તાલિબાને આખા અફઘાનિસ્તાનને પોતાના નિયંત્રણમાં લઈ લીધુ હતું. ઈસ્લામિક આતંકવાદ સમૂહે અફઘાનિસ્તાનથી અમેરિકા સેનાની વાપસી પછી પોતાની જીતને લઈને જશ્ન મનાવ્યો હતો. સાથે જ દશકાઓ સુધી ચાલેલા યુદ્ધ પછી દેશમાં શાંતિ અને સુરક્ષા લેવાની પોતાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

તાલિબાન, જેને આ સપ્તાહ અમેરિકન સેનાની વાપસીથી પહેલા દેશ પર નિયંત્રણ લઈ લીધો હતો, હવે એક એવા રાષ્ટ્ર પર શાસન કરવાની આશા કરી રહ્યું છે જે આંતરાષ્ટ્રીય સહાયતા પર ખુબ જ વધારે નિર્ભર છે કેમ કે, અહીની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે.

દુકાળ અને સંઘર્ષના વિનાશ સામે ઝઝૂમી રહ્યો છે દેશ

આંતરાષ્ટ્રીય દાતાઓ અને રોકાણકારોની નજરમાં નવી સરકારની માન્યતા અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ હશે કેમ કે, દેશ દૂકાળ અને એક વિનાશ સામે ઝઝૂમી રહ્યો છે જેને લગભગ 2,40,000 અફઘાન લોકોનો જીવ લઈ લીધો છે.

(9:43 pm IST)