Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સરકાર ઈચ્છે છે કે અફઘાનિસ્તાન ની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ન થાય

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી એ કરી સ્પષ્ટતા

ન્યૂ દિલ્હી : વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાન મામલે ખુલાસો કર્યો છે કતારની રાજધાની દોહામાં તાલિબાની નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનેકઝાઈ સાથે ભારતીય રાજદૂત દીપક મિત્તલની મુલાકાત અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન, ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સ્પષ્ટતા કરી કે શું તાલિબાન સાથે વધુ વાતચીત થશે કે નહીં, તેનો જવાબ હા કે નામાં આપી શકાશે નહીં. અમારો ઉદ્દેશ એ છે કે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન થવો જોઈએ.

ગુરુવારે AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ તાલિબાન નેતા સાથે દોહામાં ભારતીય રાજદૂતની વાતચીત અંગે કેન્દ્રને તાલિબાન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. સરકારે જણાવવું જોઈએ કે તે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહીં?

દોહામાં વાતચીત સંબંધિત આ પ્રશ્નો પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તાલિબાન સાથે વાતચીત અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. આગળ વાત થશે કે નહીં તેનો જવાબ હા કે નામાં આપી શકાતો નથી. અમારો એકમાત્ર ઉદ્દેશ એ છે કે અફઘાનિસ્તાનનો ઉપયોગ આતંકવાદ માટે ન થવો જોઈએ. અરિંદમ બગચીએ એમ પણ કહ્યું કે અમને એ પણ ખબર નથી કે અફઘાનિસ્તાનમાં કોઈપણ પ્રકારની સરકાર રચાઈ શકે છે.

બાગચીએ કહ્યું કે કાબુલ એરપોર્ટ હજુ કાર્યરત નથી. આ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ફરી શરૂ થતાં જ, અમે કાબુલથી અમારા લોકોને લાવવાનું કામ ફરી શરૂ કરીશું. તેમણે કહ્યું કે મોટાભાગના ભારતીયો અફઘાનિસ્તાન છોડી દીધું છે, પરંતુ એરપોર્ટ કાર્યરત થતાં જ અમે ફરી એક વખત બચેલા લોકોને પરત લાવીશું.

(9:16 pm IST)