Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

મહાપુરુષોના સિદ્ધાંતોને અનુસર્યા વગર તેમની તસવીરો છાપવાનો શું મતલબ છે ? : ચલણી નોટ ઉપર સુભાષચંદ્ર બોઝની તસવીર છાપવા માટે કરાયેલી પિટિશન મદ્રાસ હાઇકોર્ટે ફગાવી : કેન્દ્ર સરકાર અને આરબીઆઇની કમિટીએ રાષ્ટ્રપિતાનો ફોટો ચલણી નોટ ઉપર છાપવા માટે લીધેલા નિર્ણયમાં ફેરફાર કરી શકાય નહીં

ચેન્નાઇ : કે.કે.રમેશ નામક નાગરિકે ચલણી નોટ ઉપર સુભાષચંદ્ર બોઝની તસવીર છાપવા માટે કરેલી પિટિશન મદ્રાસ હાઇકોર્ટે ફગાવી દીધી છે. જેના કારણમાં જણાવાયા મુજબ નામદાર કોર્ટે જણાવ્યું હતું કે મહાપુરુષોના સિદ્ધાંતોને અનુસર્યા વગર તેમની તસવીરો છાપવાનો શું મતલબ છે ?.

અરજીને ફગાવી દેતી વખતે ન્યાયમૂર્તિ એન કિરૂબકરણ અને એમ દુરાઈસ્વામીની ખંડપીઠે પણ ટૂંકમાં સવાલ કર્યો હતો કે જો તેમના સિદ્ધાંતોને અનુસરવામાં ન આવે તો આવા મહાન નેતાઓની તસવીરો ચલણ પર શા માટે છાપવી જોઈએ ?

તેમના સિદ્ધાંતોને અનુસર્યા વગર આપણી આઝાદી માટે લડનારા મહાન નેતાઓની છબીઓ ચલણી નોટોમાં છાપવાનો શું ઉપયોગ છે? ચલણી નોટમાં માત્ર   મહાત્મા ગાંધીની તસવીર દેખાઈ રહી છે, તેનો અર્થ એ છે કે ચલણનો ઉપયોગ માત્ર કાનૂની હેતુઓ માટે થાય છે. ચલણમાં કોઈ ચોક્કસ નેતાનું પોટ્રેટ હોવું જોઈએ કે નહીં  તે બાબત સરકારની નીતિ છે, ”કોર્ટે ટિપ્પણી કરી હતી .

અરજીને ફગાવી દેતા કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને અન્ય મહાન નેતાઓ દ્વારા કરવામાં આવેલી લડાઈ અને બલિદાનને અમે ઓછા આંકતાનથી. તે જ રીતે, તેણે આગળ જોયું કે જો આવી બધી અરજીઓ  માન્ય કરવામાં આવે તો, આ બાબતનો કોઈ અંત નથી.

જો કે, અરજીને નકારવાનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા આ મુદ્દે લેવામાં આવેલો નિર્ણય હતો. આ વર્ષની શરૂઆતમાં મદ્રાસ હાઇકોર્ટે સત્તાવાળાઓને આવું કરવા માટે કહ્યું પછી પ્રસ્તાવની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિએ આખરે નક્કી કર્યું કે માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ ભારતની નીતિઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે. જેથી તેણે ચલણી નોટો પર મહાત્મા ગાંધીની છબી જાળવી રાખવાનો નિર્ણય લીધો અને અન્ય કોઈ વ્યક્તિત્વની છબી શામેલ કરવામાં આવશે નહીં. કેન્દ્રીય નાણાં મંત્રાલયે પણ સમિતિનો અહેવાલ સ્વીકાર્યો હતો. તેથી, આ મુદ્દે અરજદારની રજૂઆત નામંજૂર કરવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)