Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સ્કૂલો ખુલતા યુપી સરકારે કર્મચારીઓને આપ્યો આદેશ : કામથી ડરવું નહીં કામતો કરવું જ પડશે

યુપીમાં તમામ શિક્ષકો કર્મચારીઓને પણ વેકસીન લેવાનું ફરજીયાત કરાયું : આજ થી યુપીમાં સ્કૂલોનો પ્રારંભ

ન્યૂ દિલ્હી : યુપી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવાયું કે તમામ શિક્ષકો અને કર્મચારીઓ તથા શિક્ષકોના પરિવારજનોએ પણ વેક્સિન લેવી પડશે.

યુપી સરકારે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને આદેશ પાઠવીને જણાવ્યું કે તમામ શિક્ષકો અને કર્મચારીઓને વેક્સિન આપવાનો પ્રબંધ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે યુપીમાં 1 સપ્ટેમ્બરથી 1 થી 5 મા ધોરણની સ્કૂલો શરુ કરી દેવાઈ છે. તેને માટે એક કડક ગાઈડલાઈન પણ બહાર પડાઈ છે.

કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકો માટે વેક્સિનનો પ્રથમ ડોઝ અસરકારક છે. આ પરિસ્થિતિમાં નિષ્ણાંતો સરકારને કોરોના રસીકરણ કાર્યક્રમમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે. ખરેખર, કોરોના વેક્સિનની પ્રભાવશીલતા અને તેની જરૂરીયાતને લઇ કરવામાં આવેલા સાત અભ્યાસ બાદ નિષ્ણાંતો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. બીજી રસપ્રદ વાત એ છે કે નવી દિલ્હી સ્થિત ભારતીય આયુર્વેદ પરિષદે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. AIIMS ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે જે જગ્યાએ પોઝિટિવીટી રેટ ઓછો છે ત્યાં સ્કૂલો શરુ કરી શકાય છે. તેમણે કહ્યું કે દરેક પાસે ઓનલાઈન ભણવાની સુવિધા હોતી નથી તેથી સ્કૂલો ખોલવી જરુર છે. જે સ્કૂલોમાં તમામ ટીચરને વેક્સિન લાગી ચૂકી છે ત્યાં સ્થિતિ સૌથી વધારે અનુકૂળ રહેશે. તેમણે તમામ ટીચર્સે અપીલ કરી કે તેઓ આગળ આવે અને વેક્સિન લગાડે.

(9:10 pm IST)