Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સિધ્ધાર્થે છેલ્લે કરણ કુંદ્રા સાથે ફોન પર વાત કરી હતી

૨૦૦૪માં સિદ્ધાર્થે ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું : સિદ્ધાર્થના મૃત્યુની ખબર સામે આવતા લોકો તેની યાદોને વાગોળવા સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ જોઈ રહ્યા છે

મુંબઈ, તા. : ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અને બિગ બોસની ૧૩મી સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનની ખબર સાંભળીને તમામ લોકો ચોંકી ગયા છે. હજી પણ લોકો માટે સમાચાર અવિશ્વસનીય છે. સિદ્ધાર્થના ફેન્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુખ વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચાર સામે આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે. પહેલા જ્યારે સુશાંત સિંહ રાજપુતના નિધનની ખબર આવી હતી ત્યારે લોકો પ્રકારે સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર હાર્ટ અટેક આવાવને કારણે સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું છે.

સિદ્ધાર્થના મૃત્યુની ખબર સામે આવતા લોકો તેની યાદોને વાગોળવા માટે સોશિયલ મીડિયા પર તેની પ્રોફાઈલ જોઈ રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી અંતિમ તસવીર ચોક્કસપણે ભાવુક કરનારી છે. પોસ્ટમાં સિદ્ધાર્થના હાથમાં લાઈફ લાઈન ગ્રાફ એટલે કે હૃદયના ધબકારાનો ગ્રાફ જોવા મળી રહ્યો છે. તસીવર અને તેની સાથે લખવામાં આવેલા કેપ્શનને કારણે લોકો ભાવુક થઈ રહ્યા છે.

સિદ્ધાર્થની અંતિમ પોસ્ટમાં જે તસવીર છે તેમાં તેના હાથમાં એક પોસ્ટર છે, જે દર્શાવે છે કે શ્વાસ ચાલી રહ્યા છે. અને હવે જ્યારે સિદ્ધાર્થે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે તસવીર ફેન્સને ભાવુક કરી રહી છે. સિદ્ધાર્થે પોસ્ટ ૨૪મી ઓગસ્ટના રોજ કરી હતી. ત્યારથી લઈને આજ સુધી તેણે બીજી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર નથી કરી. સિદ્ધાર્થના હાથમાં જે કાગળ છે તેમાં લખ્યું છે- હિરોસ વી ઓવ. અર્થાત, એવા હીરો જેમના આપણે આભારી છીએ.

પોસ્ટમાં તેણે કોવિડ-૧૯ દરમિયાન કામ કરનાર ફ્રંટલાઈન વોરિયર્સના વખાણ કર્યા હતા. એવા લોકો જેમણે પોતાની જિંદગીને દાવ પર મૂકીને અન્ય લોકોના જીવ બચાવ્યા હતા. મેડિકલ અને નર્સિંગ સ્ટાફના બલિદાનના વખાણ કરવા માટે સિદ્ધાર્થે પોસ્ટ કરી હતી. પોસ્ટ પર તેમના ફેન્સે કમેન્ટ કરી હતી કે, સિદ્ધાર્થ શુક્લ દિલથી પણ સુપરસ્ટાર છે.

(7:05 pm IST)