Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

દેશમાં 54 ટકા લોકોએ વેક્સિનનો એક ડોઝ લીધો : 16 ટકા વસતીએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા

નવી દિલ્હી :  કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે દેશમાં 54 ટકા લોકોએ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. દેશની 16 ટકા વસતીએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. તેમણે કહ્યું કે દરેક દેશ પોતાની જનસંખ્યા, ઈકોનોમી અને સામાજિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી કામ કરે છે. અમે આ ઉદ્દેશોની પ્રાપ્તિ કરીશું અને જોઈશું કે વેક્સિન બીજા દેશોને આપવાનો સારો સમય કયો છે.

(5:36 pm IST)