Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

આબોહવામાં પરિવર્તન લાખો પ્રજાતિઓ માટે ખતરો

વૃક્ષની ૩૦ ટકા પ્રજાતિઓના મૂળ બની રહ્યા છે ખોખલાં

નવી દિલ્હીઃ ગ્લોબલ ર્વોમિંગ અને કલાઇમેન્ટ ચેન્જને કારણે વૃક્ષોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આને કારણે વિશ્વમાં વૃક્ષોની ૩૦ % પ્રજાતિઓ લુપ્ત થવાની આરે છે. તેમાં વૃક્ષોની ૧૭,૫૦૦ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. તેની ૪૪૦ જંગલી પ્રજાતિઓ છે. બોટનિકલ ગાર્ડન કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ (BGCI) દ્વારા સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ટ્રીઝ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

આબનુસ, ઓક પણ થઈ જશે લુપ્ત

  લુપ્ત થયેલા વૃક્ષોમાં મેગ્નોલિયા, દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળતી ડિપટેરોકાર્પ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. મેપલ્સ અને ઓકસ પણ જોખમમાં છે.

 બ્રાઝિલમાં સૌથી વધુઃ ચીન, કોલંબિયા, વેનેઝુએલા, ઇન્ડોનેશિયા અને મલેશિયાને સૌથી વધુ અસર થઈ રહી છે. ભારત પણ આમાંથી બાકાત નથી. વિશ્વમાં સૌથી વધુ બ્રાઝિલમાં ૧,૭૮૮ પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં છે.

આબોહવા અને વરસાદનું ચક્ર બગડશે

 વિશ્વમાં વૃક્ષોની ૩૦ ટકા પ્રજાતિઓના લુપ્ત થવાથી વાતાવરણમાં અસંતુલન વધશે. એટલું જ નહીં, લાખો પ્રાણીઓના જીવનની સાથે તાપમાન અને આબોહવા પર પણ તેની અસર જોવા મળશે. BGCI ના મહાસચિવ અને વનસ્પતિશાસ્ત્રી પોલ સ્મિથ કહે છે કે આનાથી વાતાવરણ અને વરસાદનું ચક્ર ખરાબ થશે. હજારો પ્રાણીઓ એક વૃક્ષની પ્રજાતિ પર આધાર રાખે છે. તે પાક ઉત્પાદન, લાકડાની લણણી અને પશુધનને પણ અસર કરશે.

 આ પ્રજાતિઓ પર પણ ખતરો

 દરિયાની સપાટી વધતા અને આબોહવા પરિવર્તનથી ૧૮૦ જેટલી વૃક્ષની પ્રજાતિઓ જોખમમાં મુકાઈ રહી છે. આમાંથી, વૃક્ષોની મોટાભાગની પ્રજાતિઓ એવી છે, જે ફકત ટાપુઓમાં જ જોવા મળે છે. તેમાં કેરેબિયનમાં જોવા મળતી મેગ્નોલિયા પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

(3:49 pm IST)