Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ગૂગલનાં CEO સુંદર પિચાઇએ શેર કર્યો એવો વિડીયો કે જોનારા હેબતાઈ ગયા

નવી દિલ્હીઃ તા.૨: ગૂગલ અને  Alphabetના CEO સુંદર પિચાઈએ એકવાર ફરીથી સૌને અચરજમાં મૂક્યા છે. પિચાઈ સામાન્ય રીતે પોતાના ટ્વિટર એકાઉન્ટથી કામની વાત જ શેર કરતા જોવા મળે છે. આમ તો પિચાઈ ગૂગલના નવા પ્રોડકટ્સની ટ્વિટ કરી છે પણ બુધવારે તેઓએ એક એવો વીડિયો શેર કર્યો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 

 પિચાઈએ સોશ્યલ મીડિયા પર પોતાના અનેક ફોલોઅર્સને ચોંકાવી દીધા છે. તેઓએ એક મગરનો વીડિયો રીટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મગરના મોઢામાંથી ધુમાડો નીકળી રહ્યો છે. વીડિયોના આધારે ફ્લોરિડામાં એક મગરે ડ્રોન પકડી લીધું અને પછી તેના મોઢામાંથી ધુમાડો નીકળવા લાગ્યો છે. આ વીડિયો કિલપને ટ્વિટર પર ક્રિસ એન્ડરસન નામના એક વ્યકિતએ અપલોડ કરી છે.

ક્રિસ એન્ડરસને વીડિયોની સાથે કેપ્શન લખ્યું મગર હવામાં ઉડતા ડ્રોનને ઝડપી લે છે અને તેના મોઢામાંથી આગ નીકળવા લાગે છે. ૪૧ સેકંડના આ વીડિયો પોસ્ટને સુંદર પિચાઈએ કંઈ લખ્યા વિના રીટ્વિટ કરી છે. વીડિયોમાં મગરે પોતાના જડબા ખોલી રાખ્યા છે. સાથે ચારે તરફથી એક નાનું ડ્રોન ફરતું ડ્રોન જોવા મળે છે. પણ પળ વારમાં તે આ ડ્રોનને પકડી લે છે. દાવો કરાયો છે કે ડ્રોન ડિવાઈસના બળી જવાના કારણે મગરના મોઢાથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ડ્રોનથી મગરનો કલોઝ અપ શોટ લેવાની કોશિશ કરવામાં આવી રહી હતી.

(3:47 pm IST)