Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

અફઘાનિસ્તાન ટી-૨૦ વર્લ્ડકપ રમશેઃ તાલીબાને મંજૂરી આપી

નવેમ્બર- ડીસેમ્બરમાં ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ પણ રમશે

નવીદિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાનને ટેસ્ટ મેચ રમવાની મંજૂરી આપી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ હામિદ શિનવારીએ સમાચાર એજન્સી એએફપીને આ માહિતી આપી હતી.

નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી હોબાર્ટમાં રમાનારી ટેસ્ટ મેચ કોરોના મહામારી અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોને કારણે મુલતવી રાખવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં અફઘાનિસ્તાનની આ પ્રથમ ટેસ્ટ મેચ હશે. ઓસ્ટ્રેીલયાના પ્રવાસ પહેલા અફઘાનિસ્તાનની ટીમ ટી ૨૦ વર્લ્ડમાં ભાગ લેશે.

(12:55 pm IST)