Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પહેલા મૃત્યુદંડની સજા , પછી જન્મટીપ , અને પછી 10 વર્ષની જેલ ,તેવો ચુકાદો આપી ન શકાય : સીનીઅર એડ્વોકેટનું પદ છીનવી લેતો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો ઓઝાની કારકિર્દી માટે મૃત્યુદંડ સમાન છે : યતીન ઓઝાનું સીનીઅર એડવોકેટ તરીકેનું પદ છીનવી લેવા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઓઝાના વકીલની ધારદાર દલીલો

ન્યુદિલ્હી : હાઇકોર્ટ અને તેની રજિસ્ટ્રી સામે આક્ષેપો કરવા બદલ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ તરીકેના હોદ્દાને છીનવી લેવાના નિર્ણયને પડકારતી યતિન ઓઝા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ગઈકાલ બુધવારે સુપ્રીમ કોર્ટમાં શરૂ થઇ છે.  

સુનાવણી દરમિયાન ઓઝાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ધારદાર દલીલ કરતા જણાવ્યું હતું કે પહેલા મૃત્યુદંડની સજા , પછી જન્મટીપ , અને પછી 10 વર્ષની જેલ ,તેવો ચુકાદો આપી ન શકાય . સીનીઅર એડ્વોકેટનું પદ છીનવી લેતો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો ઓઝાની કારકિર્દી માટે મૃત્યુદંડ સમાન છે .જે કાયમ માટે છીનવી લેવો ન જોઈએ.

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, બારના વરિષ્ઠ સભ્યોએ જુનિયરો માટે કોર્ટમાં અને બહારની કામગીરીની વાત આવે ત્યારે અનુકરણ કરવા લાયક દાખલો બેસાડતું વર્તન કરવું  જોઈએ (યતીન નરેન્દ્ર ઓઝા વિ. હાઈકોર્ટ ઓફ ગુજરાત).આ તકે નામદાર કોર્ટે મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો ટાંક્યો હતો.
આ મામલાની સુનાવણી કરતી વખતે, કોર્ટે જણાવ્યું હતું કે ઓઝા 2006 ની સાલથી થી વિવિધ પ્રસંગોએ આવા વર્તન સાથે સંકળાયેલા છે.

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને આર સુભાષ રેડ્ડીની ખંડપીઠ ગુજરાતના વકીલ યતિન ઓઝા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.જે અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ અને તેની રજિસ્ટ્રી સામે આક્ષેપો કરવા માટે તેમનો વરિષ્ઠ હોદ્દો દૂર કરવાના ગુજરાત હાઇકોર્ટના પૂર્ણ અદાલતના નિર્ણયને પડકાર્યો ઓઝા દ્વારા પડકારવામાં આવ્યો છે.
આ તકે નામદાર કોર્ટે મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો ટાંક્યો હતો.

 આગામી સુનાવણી માટે 7 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે.

(12:29 pm IST)