Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

યુપીના લલિતપુરમાં બનશે મોટો દવા પાર્ક

બે હજાર એકરમાં સ્થપાનાર પાર્ક માટે યુપી સરકાર આપશે ૧૦૦૦ કરોડનું અનુદાન

લલિતપુર,તા. ૨: ઉત્તરપ્રદેશના લલિતપુરમાં યોગી સરકાર બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ કરશે. પ્રશાસને આના માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે. આ પાર્ક ૨૦૦૦ એકરમાં બનાવવામાં આવશે. રાજ્ય સરકારે ઉ.પ્ર. રાજ્ય ઔદ્યોગિક વિકાસ ઓથોરિટીને યુપીમાં પાર્કની સ્થાપના માટેનું લક્ષ્ય આપ્યું છે. લલિતપુરમાં પાર્કની સ્થાપના માટે પશુપાલન વિભાગ તરફથી ૧૬ એકર જમીન અપાઇ છે. જીલ્લા કલેકટરે પણ જમીન ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ આપી દીધો છે. આ ઉપરાંત ૪૦૦ એકર વધુ જમીન પણ ત્યાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાર્કની સ્થાપના માટે યુપી સરકાર એક હજાર કરોડ રૂપિયાનું અનુદાન આપશે. આ રકમમાંથી પાર્કમાં રોડ, વીજળી, પીવાનું પાણી જેવી મુળભૂત સુવિધાઓ વિકસીત કરવામાં આવશે. જીલ્લા કલેકટરે જણાવ્યું કે ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ સેંદપુર ગામમાં ખેતી વિષયક બે હજાર એકર જમીનનો પ્રસ્તાવ સરકારને મોકલી દેવાયો છે.

(2:59 pm IST)