Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પ૦ ટકા વેપારી જ કંપોઝિશન સ્કીમ હેઠળ રિટર્ન ભરતા મુદત વધારાઇ

જીએસટીઆર ૪ હવે વેપારીઓ ૩૧ ઓકટોબર સુધીમાં ભરી શકશે

મુંબઇ તા.ર : કંપોઝિશન સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરાવનાર વેપારીઓની કોની કોની પાસેથી માલ ખરીદ્યો. તેની કિંમત કેટલી હતી તથા ડિલરનું શું નામ છે તેવી વિગતો વાર્ષિક રીટર્ન જીએસટીઆર ૪માં માંગવામાંઆવતા અત્યાર સુધી માંડ પ૦ ટકા જ વેપારીઓ રિટર્ન ભરી શકયા છે. આ રિટર્ન ઓછા ભરાવાને લીધે કેન્દ્રસરકારે રિટનની મુદતમાં બે માસનો વધારો કરવાની જાહેરાત કરી છે.

૧.પ૦ કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવનાર નાના વેપારીઓ આઇટીસી (ઇનપુટ ટેકસ ક્રેડિટ)નો લાભ લીધા વિના એક ટકો લમસમ ટેકસ ભરી દેતા હોય છે. જેથી  તેઓના ખરીદ વેચાણના આધારે એક ટકો જીએસટી ભરી દેતા હોય છે. જેથી તેઓ દ્વારા ખરીદ - વેચાણના તમામ ડેટા પણ યોગ્ય રીતે મેન્ટેન કરતા હોતા નથી. કારણ કે તેઓએ જેટલાની ખરીદી કરી તેના પર થતો જીએસટી ભરીનેડેટા એકત્ર કરવાની વિગતોમાંથી રાહત માટે જ એક ટકો લમસમ જીએસટીનો લાભ લેતા હોય છે. આવા વેપારીઓ કયા ડિલર પાસેથી કેટલાનો માલ ખરીદ્યો. તેની કિંમત કેટલી હતી. તેવી તમામ વિગતો રાખવાના બદલે જેટલા રૂપિયાનો માલ આવ્યો તેને સામે વેચાણ કર્યો તેના આધારે જીએસટી ભરી દેતા હોય છે. જયારે આવી નાની નાની વિગતો ભાગ્યે જ વેપારી રાખતા હોય છે. કારણ  કે તેઓએ એક પણ રૂપિયાની આઇટીસી લેતા નહી હોવાથી ટેકસ ભરીને છુટકારો મેવતા હોય છે. હવે જીએસટીઆર ૪ ના વાર્ષિક રિટર્નમાં નાના વેપારીઓ પાસેથી તમામ વ્ગિતો માંગતા અત્યાર સુધીમાં માંડ પ૦ ટકા જ વેપારીઓ રિટર્ન ફાઇલ કર્યા છે. તેના લીધે જ કેન્દ્ર સરકારે મુદત વધારવાની જાહેરાત કરવી પડી છે.

આ અંગે ટેકસ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહે જણાવ્યું હતું કે નાના વેપારીઓ  આઇટીસીનો લાભ લેતા નહી હોય ત્યારે તેઓ પાસેથી અટપટી વિગતો માંગવામાં આવી રહી છે. આવી વિગતો નાના વેપારીઓ ભાગ્યે જ રાખતા હોય છે. તેના લીધે જ રિટર્ન ઓછા ભરાયા છે. આ સમસ્યામાં સુધારો કરવામાં આવે તો જ નાના વેપારીઓને રાહત થાય તેમ છે. જેથી સરકારે તેમાં સુધારો કરવા અંગે ફેર વિચારણા કરવી જોઇએ.

(11:41 am IST)