Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

લોકોમાં સાઇડ ઇફેકટની મોટી ચિંતા

ચોંકાવનારો સર્વેઃ વિશ્વસ્તરે દર ચારમાંથી એક વ્યકિત નથી લગાવવા માંગતી કોરોનાની રસી

નવી દિલ્હી, તા.૨: કોરોના વાયરસની સામે લડવા માટે હજુ સુધી કોઈ દવા કે રસી શોધાઈ નથી, માત્ર કેટલાક સામાન્ય ઉપચારો અને અન્ય રોગોની દવાઓની અસર થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વાયરસથી બચવા માટે તેની રસી શોધાઈ નથી ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સૌથી મોટા ઉપાય માનવામાં આવે છે. આમ છતાં વેકસીનને લઈને કેટલાક ચોંકાવનારા મુદ્દા સામે આવ્યા છે.કોરોના વાયરસના સંક્રમણને રોકવા અને તેને જડમૂળવામાંથી દૂર કરવા માટે દુનિયાભરના તજજ્ઞો વેકસીન વિકસિત કરવામાં જોડાયેલા છે. આ બધાની વચ્ચે એક ગ્લોબલ સર્વેમાં કેટલીક ચોંકાવનારી વાત સામે આવી છે. સર્વેમાં સામે આવ્યું કે વૈશ્વિક સ્તર પર ચાર વયસ્કોમાંથી એક કોરોના રસી નથી અપાવવા માગતા. જેનું કારણ કોવિડ-૧૯ રસી અને તેની સાઈડ ઈફેકટને લઈને તેની આશંકાઓ છે. આ સર્વેમાં કેટલીક મહત્વની વાત સામે આવી છે.

રિપોર્ટ અનુસાર વૈશ્વિક શોધ સંસ્થા ઈપ્સોસએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ માટે ૨૭ દેશોમાં સર્વે કર્યો. સર્વેમાં જોડાયેલા ૨૦,૦૦૦ લોકોને કોરોના વેકસીન બનાવવા અને તેના ડોઝ લેવા પર સવાલ કરવામાં આવ્યા. ૭૪્રુ વયસ્ત લોકોએ કહ્યું કે જો વેકસીન આવે છે તો તેઓ તેને લગાવવા માગશે. સર્વેમાં ભારતીયોને ચીની અને સાઉદી અરબ પછી ત્રીજી સૌથી મોટી આશાવાદી વસ્તી તરીકે જોવા મળી છે, જેમને લાગે છે કે ૨૦૨૦માં જ કોરોના વેકસીન આવી જશે. જયારે કે અડધાથી વધુ (૫૯%) લોકોએ જણાવ્યું છે કે વર્ષના અંત પહેલા કોઈ રસી નહીં મળે.

ચીનમાં સૌથી વધારે ૯૭% લોકોએ વેકસીન બનવા અંગે સહમતી દર્શાવી છે અને ડોઝ લેવા માટે તૈયારી બતાવી છે. સૌથી ઓછા રશિયાના ૫૪% લોકો છે કે જેઓ વૈકસીન મામલે રસ નથી દર્શાવી રહ્યા. જણાવી દઈએ કે ચીનની ત્રણ વેકસીન ટ્રાયલના અંતિમ ફેઝમાં છે, જયારે રશિયાની વેકસીનના સંપૂર્ણ ટ્રાયલ ના થયા હોવાના કારણે તેની સામે વિરોધ થઈ રહ્યો છે.

સર્વેમાં જે દેશોમાં કોરોના વાયરસની રસીમાં સૌથી વધુ લોકો જોડાયા હતા તેમાં ચીન (૯૭%), બ્રાઝિલ (૮૮%), ઓસ્ટ્રેલિયા (૮૮%) અને ભારત (૮૭%) છે. રસીને લઈને સૌથી ઓછો રસ દાખવનારા દેશો આ પ્રમાણે છે- રશિયા (૫૪%), પોલેન્ડ (૫૬%), હંગેરી (૫૬%) અને ફ્રાન્સ (૫૯%) છે. આ સર્વેમાં અમેરિકા, કેનેડા, મલેશિયા, દક્ષિણ આફ્રીકા, તુર્કી, દક્ષિણ કોરિયા, પેરુ, અર્જેન્ટીના, મેકિસકો, સ્પેન, નેધરલેન્ડ, સ્વીડન અને ઈટલી પણ જોડાયા હતા.

(11:09 am IST)