Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

PM મોદી આજે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કરશે

ભારત આજે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે

નવી દિલ્હી, તા.૨: ભારત આજે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં વધુ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈ-વાઉચર આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી લોન્ચ કરશે. આ દ્વારા, લાભાર્થીઓને મળતા લાભો ભ્રષ્ટાચાર વગર તેમના સુધી પહોંચી શકશે, એટલે કે હવેથી મધ્યમાં કોઈ વચેટિયા કે મધ્યસ્થી રહેશે નહીં. ઉપરાંત આ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઇન પેમેન્ટને સરળ અને સુરક્ષિત કરવાનો છે.

e-RUPI એક કેશલેસ અને કોન્ટેકટલેસ પદ્ઘતિ છે. તે એક QR કોડ અથવા SMS આધારિત ઇ-વાઉચર છે. અને જે લાભાર્થીઓના મોબાઇલ પર મોકલવામાં આવે છે. ઉપરાંત આ એક વખતની ચુકવણી પદ્ઘતિમાં વાઉચર રિડીમ કરવા માટે કોઇપણ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગને એકસેસ કરવાની જરૂર રહેશે નહીં. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.

e-RUPI કોઈપણ ભૌતિક ઇન્ટરફેસ વિના ડિજિટલ માધ્યમથી લાભાર્થી અને સર્વિસ પ્રોવાઈડરને એકબીજા સાથે જોડે છે અને એ પણ સુનિશ્યિત કરે છે કે વ્યવહાર પૂરો થયા પછી જ સર્વિસ પ્રોવાઈડરને ચુકવણી કરવામાં આવે છે.ઉપરાંત પ્રીપેડ હોવાથી, તે કોઈપણ મધ્યસ્થીને સામેલ કર્યા વિના સમયસર ચૂકવણી કરે છે. સેવાઓની લીક-પ્રૂફ ડિલિવરી સુનિશ્યિત કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે.

e-RUPI દ્વારા સામાન્ય નાગરિકોને મળતા સરકારી લાભોને કોઈપણ મધ્યસ્થી વિના લાભાર્થી સુધી પહોંચાડી શકાશે.જેમાં સમાજ કલ્યાણ યોજનાઓ,આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માતા અને બાળ કલ્યાણ યોજના,ખાતર સબસિડી, ટીબી નાબૂદી કાર્યક્રમો, દવાઓ અને ડાયગ્નોસ્ટિકસ જેવી દવાઓ અને પોષણ સહાય આપવા માટેની યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે e-RUPIના ઉપયોગ કરી શકાશે.

ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્ત્।ા મંડળ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.

(4:10 pm IST)